Monthly Archives: November 2010

Dhram Bhi Kabhi Vigyan Tha Aur Rahega

ધર્મ ભી કભી વિજ્ઞાન થા , હે  ઓર રહેગા

To buy this book please visit http://www.gujaratibooks.com/product.php?productid=10620

દરેક ધર્મકાર્યમાં “શા માટે?” એવા નવી પેઢીના પ્રશ્નો નો ઉત્તર આ પુસ્તકમાં છે. આ પુસ્તક દરેક ઘરમાં હોવું જરૂરી છે…..
ભાગવતાચાર્ય પૂ. શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા.

શરૂઆતથી જ આ પુસ્તક જકડી રાખે છે. ભારત ની તમામ ભાષાઓ માં અનુવાદ થવો આવશ્યક છે. આ પુસ્તક નું પારાયણ નિયમિત થાય એવો પ્રયત્ન કરીશ.
ડો. શ્રી રવીન્દ્ર ઉપાધ્યાય, પોદાર હોસ્પિટલ, વરલી, મુંબઈ.
આપણા દરેક તહેવાર-ક્રિયા કાંડની પાછળ ધર્મ ઘેલછા કે અંધશ્રદ્ધા નહિ પણ વિજ્ઞાન છે એ લેખકે સુપેરે સમજાવ્યું છે.
શ્રી ચંદ્રકાંત સી. આનંદપરા મુંબઈ સમાચારમાં ગ્રાહક અધિકાર કોલમના લેખક

પુસ્તક સાથે નાતો બાંધનાર વાચક કૃતાર્થ થશે એમાં સંદેહ નથી, કેમ કે પુસ્તક માં લેખકની મૌલિકતા, સંશોધાનવૃત્તિ, અર્થઘટનની નવી રાહ, પ્રાચીન અને અર્વાચીનની સમન્વય ભૂમિકા વાચવા મળે છે.
જન્મભૂમિ પ્રવાસીમાં પ્રા. “શ્રી બકુલ રાવલ”

ધાર્મિક રીત રીવાજો, વ્રતો, તહેવારો, વિધિઓને અંધશ્રદ્ધા કહીને નકારનારાઓને ફરી વિચારવાની પ્રેરણા મળે તેવું આ પુસ્તક છે.
દિવ્યભાસ્કરમાં શ્રી ધર્મેશ ભટ્ટ

આપણા વ્રતો, તહેવારો કે ક્રિયાકાંડોમાં રહેલા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ને રોચક-રસિક શૈલીમાં મુંબઈના સુપ્રસિદ્ધ સાંધ્યદૈનિક ની પૂર્તિમાં રજૂ કરી લોકપ્રિય બનનારા મુકેશ ગ. પંડ્યા નું પુસ્તક સંશોધાનવૃત્તિ કેળવનારું છે.
ગુજરાત સમાચારમાં શ્રી ભારતેન્દ્ર શુક્લ.

જન્ભુમિમાં લેખકની જે કોલમે વાચકોને ઘેલા કાર્ય હતા તે હવે પુસ્તક રૂપે પ્રગટ થઇ છે. લેખકે દરેક પ્રકરણમાં ગાંધીજી જેવી સરળ વાણીથી સમજાવ્યું છે.
અભિષેકમાં તંત્રી શ્રી વિનય શાહ.

દરેક ધર્મકાર્યમાં “શા માટે?” એવા નવી પેઢીના પ્રશ્નો નો ઉત્તર આ પુસ્તકમાં છે. આ પુસ્તક દરેક ઘરમાં હોવું જરૂરી છે…..ભાગવતાચાર્ય પૂ. શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા.
શરૂઆતથી જ આ પુસ્તક જકડી રાખે છે. ભારત ની તમામ ભાષાઓ માં અનુવાદ થવો આવશ્યક છે. આ પુસ્તક નું પારાયણ નિયમિત થાય એવો પ્રયત્ન કરીશ. ડો. શ્રી રવીન્દ્ર ઉપાધ્યાય, પોદાર હોસ્પિટલ, વરલી, મુંબઈ.


આપણા દરેક તહેવાર-ક્રિયા કાંડની પાછળ ધર્મ ઘેલછા કે અંધશ્રદ્ધા નહિ પણ વિજ્ઞાન છે એ લેખકે સુપેરે સમજાવ્યું છે.શ્રી ચંદ્રકાંત સી. આનંદપરા મુંબઈ સમાચારમાં ગ્રાહક અધિકાર કોલમના લેખકપુસ્તક સાથે નાતો બાંધનાર વાચક કૃતાર્થ થશે એમાં સંદેહ નથી, કેમ કે પુસ્તક માં લેખકની મૌલિકતા, સંશોધાનવૃત્તિ, અર્થઘટનની નવી રાહ, પ્રાચીન અને અર્વાચીનની સમન્વય ભૂમિકા વાચવા મળે છે.જન્મભૂમિ પ્રવાસીમાં પ્રા. “શ્રી બકુલ રાવલ”


ધાર્મિક રીત રીવાજો, વ્રતો, તહેવારો, વિધિઓને અંધશ્રદ્ધા કહીને નકારનારાઓને ફરી વિચારવાની પ્રેરણા મળે તેવું આ પુસ્તક છે.દિવ્યભાસ્કરમાં શ્રી ધર્મેશ ભટ્ટઆપણા વ્રતો, તહેવારો કે ક્રિયાકાંડોમાં રહેલા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ને રોચક-રસિક શૈલીમાં મુંબઈના સુપ્રસિદ્ધ સાંધ્યદૈનિક ની પૂર્તિમાં રજૂ કરી લોકપ્રિય બનનારા મુકેશ ગ. પંડ્યા નું પુસ્તક સંશોધાનવૃત્તિ કેળવનારું છે.ગુજરાત સમાચારમાં શ્રી ભારતેન્દ્ર શુક્લ.
જન્ભુમિમાં લેખકની જે કોલમે વાચકોને ઘેલા કાર્ય હતા તે હવે પુસ્તક રૂપે પ્રગટ થઇ છે. લેખકે દરેક પ્રકરણમાં ગાંધીજી જેવી સરળ વાણીથી સમજાવ્યું છે.અભિષેકમાં તંત્રી શ્રી વિનય શાહ.

આ પુસ્તકમાંથી એક સુંદર લેખ

પ્રકરણ ૩૧ : ફાગણી હોળી

બ્રહ્માંડના પાંચ મહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશમાં બરાબર મધ્યનું સ્થાન અગ્નિ શોભાવે છે. એક એવું તત્વ છે જે પદાર્થ નથી, પણ ઊર્જા છે, જેના વિના પદાર્થનું રૂપાંતર શક્ય નથી, જેમ કે લાકડું અનાજ જેવા પૃથ્વી તત્વ, પાણી દૂધઘી જેવા પ્રવાહી તત્વોને વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કરવાનું કામ અગ્નિ તત્વથી શક્ય બને છે. અગ્નિદેવ રૂપાંતરનું કામ નથી કરતા, પરંતુ મલિન દ્રવ્યોને શુદ્ધ પણ બનાવે છે. જન્મ થી લઇને મૃત્યુનાં સોળ સંસ્કાર છે અગ્નિની સાક્ષીએ કરવામાં આવે છે. એટલે કાર્યોને સંસ્કાર કહેવાય છે. સંસ એટલે સારું અને કર એટલે કાર્ય. અનાજમાં કીડા પડે તો અનાજ સડી જાય છે. પાણીમાં તેમ વાયુમાં પ્રદુષણ ફેલાઈ શકે છે. પરંતુઅગ્નિકોઈને ગાંઠતું નથી, ઊલટાનું તેના સંસર્ગમાં જે કોઈ પણ આવે તે તપીને શુદ્ધ બને છે, જેમ કે સોનું અગ્નિમાં તપીને વધુ શુદ્ધ બને છે.

ભારતીય સંસ્કૃતિમાં દિવાળી જેટલું મહત્વ હોળીનું છે. બંનેનો સંબંધ અગ્નિ અને પ્રકાશ સાથે છે. દિવાળીમાં આપણે ઘેરઘેર દીવા પ્રગટાવીએ છે, જયારે હોળી ગામની શેરીઓમાં કે પછી શહેરની ગલીઓમાં પ્રગટાવીએ છીએ. દિવાળી ગરમ અને ઠંડી ઋતુનો સંધિકાળ છે, જયારે હોળી ઠંડી અને ગરમ ઋતુનો સંધિકાળ ગણાય છે. સંધિકાળમાં હવામાનમાં પલટો આવતો હોય છે એટલે સમયમાં પ્રાણીમાત્ર બે ઋતુનો ભોગ બને છે. ઘડીકમાં ઠંડી તો ઘડીકમાં ગરમીને કારણે પેદા થતા અસંખ્ય વિષાણુઓ, જીવજંતુઓ સમગ્ર વાતાવરણને અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, આવા વાતાવરણને શુદ્ધ કરવા હોળી ખુબજ ઉપયોગી તહેવાર બની રહે છે..

સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આપણે રોજ ઘરે દીવાબત્તી કરીએ છીએ તે પણ દિવસ અને રાતના સંધિકાળ છે. આવા સમયે ફેલાતા જીવજંતુઓથી બચવા નાનકડો દીવો પણ ઘણું કામ આપે છે. ક્રિયાનું પુનરાવર્તન આપણે ઋતુઓના સંધિકાળમાં મોટા પ્રમાણમાં અગ્નિ પ્રકટાવીને કરીએ છીએ. આથી નવરાત્રીમાં હવન અને ફાગણ મહિનામાં હોળીનું મહત્વ ખુબજ વધી જાય છે. કેટલાક લોકો હોળી પ્રગટાવવાનો વિરોધ કરતા, એવું કહે છે કે હોળી ને કારણે વૃક્ષોનો નાશ થાય છે અને પર્યાવરણને નુકશાન પહોંચે છે, પરંતુ હકીકત જુદી છે. પર્યાવરણને બચાવવા હોળી પ્રકટાવવી જરૂરી છે. કેવી રીતે તે હવે આપણે જોઈએ :

ચોમાસાની ઋતુમાં જમીન પર આડેધડ અનેક પ્રકારની વનસ્પતિ કે ઘાસ ઊગી નીકળે છે. એવા પ્રકારની વનસ્પતિ હોય છે, જેને આપણે આપણા કોઈ કામમાં આવે તે રીતે કે તે જગ્યાએ ઉગાડી નથી હોતી. તે આપોઆપજ ઉગી નીકળી હોય છે. ખેતરમાં કે વાડીમાં ઉગાડેલા અનાજ કે ફળ કે શાકભાજીને ચોમાસામાં ભરપુર પાણી મળે છે અને શિયાળામાં આપણે સિંચાઈ દ્વારા પાણી પાઈએ છીએ, પરંતુ એવી અસંખ્ય વનસ્પતિ છે જે માત્ર ચોમાસા પુરતી ઊગે છે અને શિયાળામાં સુકી હવાના કારણે સુકાઈ જાય છે. ઉપરાંત વર્ષોથી જમીન પર ઊગેલા મોટા વૃક્ષો પણ મહા મહિનામાં પાનખર ઋતુમાં અસંખ્ય ડાળીઓ અને પાંદડાનો ત્યાગ કરે છે. જેમ મનુષ્યનું જીવન અને મૃત્યુ નિશ્ચિત છે તેમ વૃક્ષોનું પણ જીવન અને મૃત્યુ નિશ્ચિત હોય છે. દર વર્ષે જેમ કોઈ ને કોઈ વૃદ્ધો શરીર છોડી દેતા હોય છે તેમ કેટલાય વૃક્ષો પણ દર વર્ષે પોતાના આત્મારૂપી રસકસને ગુમાવી દે છે અને માત્ર ઠૂંઠા વૃક્ષરૂપે તેમનો દેહ રહી જાય છે. જેમ મૃત વ્યક્તિનો આપણે અગ્નિસંસ્કાર કરીએ છીએ એજ રીતે આવા સુકા વૃક્ષો, પાંદડા અને સુકી ડાળીડાળખાં ભેગા કરીનેહોળીપ્રકટાવીને હકીકતમાં તો આપણે તેમનો યોગ્યઅગ્નિસંસ્કાર કરીએ છીએ. મહા મહિનામાં જમીન પર અસંખ્ય પ્રમાણમાં ડાળીડાળખાં કે સૂકા પાંદડાને આપણે સળગાવીએ નહિ તો પણ પૃથ્વી તત્વમાં ભળી જાય છે, પણ એમ થતાં વધુ સમય લાગે છે, જયારે આવા સુકા ઘાસ, પાંદડાં, ડાળખાં કે લાકડાને અગ્નિદાહ દઈએ તો તેનો નિકાલ જલ્દી આવે છે. વળી, આમાંથી પેદા થતી રાખમાં ક્ષારનું પ્રમાણ વધારે હોઈ ઉત્તમ કુદરતી ખાતર બને છે, જે નવી વનસ્પતિ કે નવા વૃક્ષોને ઉગડાવા માટે કામમાં આવે છે. જેમ પ્રત્યેક નવા અવતરતા બાળક માટે વૃદ્ધો જગ્યા કરી આપે છે પ્રાણીસૃષ્ટીનો નિયમ છે એજ રીતે વનસ્પતિની સૃષ્ટિમાં પણ નિયમ લાગુ પડે છે. આપણે બાળીએ તો પોતે બળી મારે છે. ઘનઘોર જંગલમાં એકદમ ગીચોગીચ વૃક્ષ ઊગી નીકળ્યા હોય અને તેમની વસ્તી એટલી બધી વધી ગઈ હોય કે સૂર્યનારાયણ પણ તેમને વીંધીને જમીન પર પહોચી શકે, ત્યારે વૃક્ષોની ડાળીઓ વાયુના સપાટાને કારણે એકમેક સાથે ઘસાઈ ને આગ પકડી લે છે, જેને આપણે જંગલમાંદવલાગ્યો એમ કહીએ છીએ. (કદાચ દીવો શબ્દદવપરથીજ આવ્યો હશે.) આવા દવમાં વનસ્પતિ પોતેજ પોતાનો વિનાશ સર્જે છે, પણ સૂકા લાકડા કે વૃક્ષો પૂરેપૂરા સળગી જાય છે, જયારે નવા વૃક્ષો લીલા હોઈ જલ્દી સળગતા હોવાથી બચી જાય છે. આમ વૃદ્ધ, વૃક્ષો સંતાન વૃક્ષો માટે જગ્યા કરવા પોતાની આહુતિ આપી દે છે. મરેલાને બાળવા ગુનો નથી, પણ સંસ્કાર છે એમ સૂકા વૃક્ષો, ડાળીઓ, લાકડાં, પાંદડાંને બાળવા અપરાધ નહિ, પણ સંસ્કાર છે. એમાં પણ ઠંડી વિદાય થવાની તૈયારી હોય અને ગરમીની શરૂઆત થતી હોય તે વખતેહોળીઊજવીને આપણે એક કાંકરે બે પક્ષીનો શિકાર કરીએ છીએ. એક તો મૃત વનસ્પતિ સૃષ્ટિનો યોગ્ય નિકાલ થાય છે અને બીજું અગ્નિને કારણે વાતાવરણમાં સ્વચ્છતા અને શુદ્ધતા પ્રકટે છે.

મૃત વ્યક્તિઓનો અગ્નિસંસ્કાર કરીએ અને એમને એમ રઝળવા દઈએ તો પણ વરસો જતા તે કોહવાઇને માટી માં તો ભળીજ જવાનો છે. પણ ત્યાં સુધી જે જીવતા રહેલા છે, તેમને કેટલો ત્રાસ, દુર્ગંધ અને રોગચાળો સહન કરવો પડે. આજ રીતે પાનખર ઋતુમાં જમીન પર પડેલા પાંદડાં, ડાળીડાળખાં, સૂકા ઘાસ, વગેરે એટલા પ્રમાણમાં વધી જાય કે જમીનની અંદર રહેલા મૂળિયા, બીજ કે જીવજન્તુઓને હવા, પાણી અને પ્રકાશ મેળવવામાં ઘણીજ તકલીફ થાય. માટે તેમનો નિકાલ જરૂરી છે. ગામડાની સરખામણીએ શહેરોમાં વૃક્ષો અને વનસ્પતિ ઓછા હોય છે. એટલે કેટલાક લેભાગુ લોકો લીલા વૃક્ષોનું નિકંદન કાઢતા હોય પણ શક્ય છે. આવું કાર્ય કરતા લોકોને અટકાવવા આપણી ફરજ છે, પરંતુ એના લીધે હોળીજ પ્રકટાવવી અયોગ્ય છે. હોળી વાતાવરણમાં રહેલા ઉપદ્રવી જંતુઓનો નાશ તો કરે છે વધુમાં શરીરના તંત્રમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. મહાશિવરાત્રીમાં તમે ઉપવાસ કે જાગરણ કરી શક્યા હો, બિલીપત્રનો રસ પી શક્યા હો તો મૂંઝાવાની જરૂર નથી. શિયાળામાં શરીર માં જામી ગયેલા કફને ઓગાળવા હોળીની ગરમી ખુબજ કામ લાગે છે. હોળી પ્રકટાવી તેની આસપાસ પ્રદક્ષિણા ફરવાનો આજતો હેતુ છે. જેમ થીજી ગયેલા ઘી ને ગરમ કરતા તે પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે એજ રીતે તમારી છાતી અને નાડીઓમાં જામી ગયેલા કફને પીગળાવી ઉત્સર્ગ ક્રિયા મારફતે શરીરથી છુટકારો આપી શકાય છે. આયુર્વેદના મતે મનુષ્યને બાલ્યાવસ્થામાં કફનો, યુવાવસ્થામાં પિત્તનો અને વૃધાવસ્થામાં વાયુનો દોષ સૌથી વધુ નડે છે. નાના બાળકને વાતવાતમાં કફ થઇ જતો હોય છે માટેજ નવા જન્મેલા બાળકોને હોળીને ફરતે ફેરવવાનો રિવાજ પણ આપણે ત્યાં છે. આમ કરવાથી તેમનામાં રહેલો વધારાનો કફ છુટો પડી મુત્ર કે દસ્ત વાટે બહાર નીકળી જાય છે અને તેઓ સ્વસ્થ રહે છે. આથીજ જન્મદાત્રી માતા, ગાયમાતા અને ધરતીમાંતાની જેમ હોળી ને પણ આપણે માતાના સ્વરૂપમાજ વંદન કરીએ છીએ. હોળીના દિવસોમાં ખાવામાં આવતા દ્રવ્યો તેમજ હોળીમાં પધરાવવામાં આવતા દ્રવ્યો પાછળ પણ ઘણા વૈજ્ઞાનિક કારણો છે તે આપણે પછીના પ્રકરણ માં જોઈશું.

To buy this book please visit http://www.gujaratibooks.com/product.php?productid=10620

Advertisements