Monthly Archives: June 2012

Jhakham by Manish Macwan

Jhakham Gujarati novel by Manish Macwan
Pages: 320

To buy this book please visit http://www.gujaratibooks.com/product.php?productid=11441

એક કિશોર છોકરી અધમાધમ કહેવાય તેવી સુન્ન્તની વિધિમાંથી બચીને કેવી રીતે ભાગી છૂટે છે તેની આ કથા છે. દર વર્ષે વિશ્વમાં અસંખ્ય છોકરીઓ ‘કટના’ નામની ક્રૂર પરંપરાનો ભોગ બને છે. ભારતમાં અને ગુજરાતમાં પણ આ શૈતાની પ્રથા ચાલે છે. આ પરંપરાનું સૌથી ખરાબ પ્રમાણ આફ્રિકામાં છે. છોકરી કિશોર બને ત્યારે તેના જનનાંગ પર બરછટ બ્લેડથી ચીરો મારીને તેને સીવી દેવાની ઘાતકી પરંપરાનું આ નવલકથામાં રુવાડા ઉભા થઇ જાય તેવું વર્ણન છે. ગુજરાતી ભાષામાં પહેલી વાર સ્ત્રી જનનાંગના વિચ્છેદન પર લખાયેલી અદભુત નવલકથા ‘જખમ’.

————————————–

બુક રીવ્યુ 

જખમ : શરીર પર, હૃદય પર, સ્ત્રીત્વ અને અસ્તિત્વ પર

 

શિરીષ કાશીકર

 

 

ગુજરાતી સાહિત્ય (જેણે આમ વાચક પ્રેમપૂર્વક વાંચે છે, ગુજરાતી પ્રાધ્યાપકો જ વાંચી શકે એવું નહિ) આજે ૨૦૧૨વે મધ્યમાં ૩૬૦ ડિગ્રીનું ચક્કર કાપી ચુક્યું છે. ગુજરાતી ભાષા અને સાહિત્યને પ્રેમ કરનાર કેટલાક સર્જકો હજુ પણ આ ભાષા પાસે છે, જે તેને અથાણાં પાપડ અને આડાસંબંધોની વાર્તાઓમાંથી બહાર લાવવા મથી રહ્યા છે. મનીષ એવા સર્જકો પૈકીનો એક છે. ‘ભાગેડુ’ અને ‘જેહાદી’ જેવી ઓફબીટ નવલકથાઓ આપનારા મનીષે આ વખતે એક તદ્દન નવા(ગુજરાતી ભાષામાં સર્જાતા સાહિત્ય માટે) વિષય પર હાથ અજમાવ્યો છે. જોકે, અહી હાથ અજમાવ્યો શબ્દ નાનો ગણાય, કારણકે આ વિષય પર લખતાં પહેલાં તેણે શરીરના મોટાભાગના અંગોને અજમાવ્યા હશે, પછી જ આ વાર્તા લખાઈ હશે.

સ્ત્રીનું હોવું, બાયોલોજીકલી પુરુષ કરતાં જુદી પ્રકૃતિ અને અંગ-ઉપાંગો હોવા એ તેની પ્રાકૃતિક દેન છે, તેમાં સર્જનહાર સિવાય કોઈ વધારે ચેડા કરી શકતું નથી પરંતુ કાળા માથાના માનવીએ હમેશાં કુદરતના સર્જનોને પડકાર આપ્યા છે અને ઘણાં કિસ્સામાં તેની દુર્દશા કરી છે. ‘જખમ’ નવલકથા પણ સ્ત્રીનાં અસ્તિત્વ સાથે સંકળાયેલા અત્યંત ‘નાજુક’ અને ‘સંવેદનશીલ’ (શ્લેષ અભિપ્રેત) પાસાઓ પર લખાયેલી છે. પૃથ્વી પરનો સર્વોચ્ચ અને પ્રકૃતિદત્ત આનંદ માનવામાં આવતા  એવા જાતીય આનંદથી સ્ત્રીને માત્ર પરંપરાઓના નામે વંચિત રાખવી અને સ્ત્રીત્વનો બાળકો પેદા કરવાની ફેક્ટરી તરીકે ઉપયોગ કરવો એ આ દુનિયામાં હજુ કેટલાક સમુદાયો, સમાજોમાં ચલણ છે.  અત્યંત ક્રૂર રીતે સ્ત્રીનાં જાતીય અંગને છેદીને તેના પર માત્ર શારીરિક જ નહિ પરંતુ મનોવૈજ્ઞાનિક  પ્રભાવ ઉભો કરવો અને પુરુષ પ્રધાન સમાજના તબ હેઠળ તેની જિંદગી રાખવી એ પ્રથાનો હેતુ હોઈ શકે. જખમ નવલકથાનું મુખ્ય પાત્ર આલિયા કામીંગા પોતાના કબીલામાં થતી આ ક્રૂર પ્રથાનો વિરોધ કરીને ઘરમાંથી નાસી છૂટે છે, અને જર્મની થઈને અમેરિકા પહોચી જાય છે. દુનિયાનો સહુથી મુક્ત વિચારસરણીવાળો ગણાતો દેશ અમેરિકા પણ આ બદનસીબ છોકરીને સ્વીકારતો નથી ઉલટું તેણે ગેરકાયદેસર ઘુસણખોરી માટે કેદ કરવામાં આવે છે. એક નર્કમાંથી બીજામાં આવી પડેલી આલિયા પોતાના અમેરિકન પિતરાઈ અને અંતે એશિયન સામાજિક કાર્યકરોની મદદથી જેલમાંથી બહાર આવે છે.

આલિયાની આ સમગ્ર યાતનામય સફરનો ચિતાર એટલે ‘જખમ’.

સમગ્ર નવલકથા જે થીમ પર લખાઈ છે તે ‘કટના’ અથવા ‘કાકિયા’ પ્રથાની નીઘ્રૂણતા અને એક યુવતીના માણસપટલ પર તેનો કાયમી અંકાઈ જતો ખૌફ માત્ર આલિયા જ નહિ પરંતુ સમગ્ર સ્ત્રી માટે એક વેદનાનો અહેસાસ કરાવતી બાબત છે. આલિયા તેના કબીલામાં આચરવામાં આવતી આ ઘૃણાસ્પદ પ્રથાનો ભોગ બનતા રહી જાય છે પણ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એવી હજારો આલિયા રોજે રોજ મનોવૈજ્ઞાનિક, શારીરિક અત્યાચારોનો ભોગ બની રહી છે. પોતાના સ્ત્રીત્વ અને અસ્તિત્વ પરના જખમોને  સહી જ રહી છે. આ વાર્તા માત્ર કોઈ ક્રૂર પ્રથાનું નિરૂપણ નથી કરતી પણ તેમાંથી સમગ્ર સ્ત્રી જાતી સામેના જુલ્મી પડકારો

સિમ્બોલાઈઝ થાય છે. આ નવલકથા ગુજરાતી ભાષા સાહિત્યને એક નવી તાજગી બક્ષશે અને નવી- જૂની પેઢીના વાચકોના હૃદયોને આંદોલિત કરશે એવી અપેક્ષા ચોક્કસ રાખી શકાય.

Advertisements

Old issues of popular Gujarati magazines Akhand Anand, Jankalyan & Stree is now available

We are glad to announce that Old Issues of following 3 popular Gujarati magazines are available for limited time.

Akhand Anand – Gujarati Magazine

Akhand Anand Gujarati Magazine

Jankalyan Gujarati Magazine

Jankalyan Magazine old issues

Stree Gujarati Magzine

Stree Gujarati Magazine