Taro Takdeerno Telescope


Taro Takdeerno Telescope by Meena Joshi

જયારે વ્યકીને પોતાનું ભવિષ્ય જાણવું હોય તો તેઓના મનમાં સૌ પ્રથમ એ જ સવાલ આવશે કે ભવિષ્ય જાણવા જીવનમાં આવેલી તકલીફોના નિવારણ માટે ટેરો જ શા માટે ? તો અમુક એવી માહિતી છે જેના લીધે આપણે ટેરો દ્વારા અપના પ્રશ્નોનો ઉકેલ લાવી શકીએ છીએ અથવા વ્યક્તિને ટેરો શીખવું હોય તો તે બીજી શાસ્ત્ર શીખાવાને બદલ ટેરો જ શું કામ શીખે? આ બન્ને પ્રશ્નો દરેક વ્યકીના મનમાં આવી શકે છે તો ટેરો શીખવા માટે તમને સમય ઓછો લાગે છે જયારે બીજ શાસ્ત્રો શિકવા માટે તમને રથી ૩ વર્ષ લાગી જાય છે. જો ટેરો દ્વારા તમે તમારા કોઈપણ પ્રશ્નો ઉત્તર માંગતા હો તો તેના માટે બીજા શાસ્ત્રોની જેમ તમારી જન્મતારીખ, તમારું જન્મ સ્થળ કે સમય આ બધાંની જરૂર નથી હોતી. આના માટે ફકત તમારો પ્રશ્નો જ જોઈએ . ટેરો કાર્ડમાં તમને કોઈ પૂજા , પાઠ, મંત્ર કે જાપ ઘણીવાર એવું પણ બને છે કે તમે તમારી જન્મ પત્રિકા જો અલગ અલગ વ્યક્તિઓને બતાડશો તો કદાય એમના ભવિષ્ય બતાડવાના ભવિષ્ય પણ અલગ અલગ હોઈ શકે છે.ઘણીવાર એવું પણ લોકો સાથે બને છે કે તેઓને અમુક પૂજા કરવાનું કે અમુક નંગ પહેરવાનું કહે છે, આવું કાંઈ જ આ ટેરો કાર્ડમાં નથી હોતું . ઉપર બતાડેલા તમામ શાસ્ત્રો એમની જગ્યાએ સાચા છે. આ બંધા જે કારણો બતાડ્યા છે એના લીદ્યે વ્યક્તિને ટેરો કાર્ડ રીડીંગ દ્વારા એમના પ્રશ્નનો ઉકેલ મણી શકે છે એને જો તેમને ટેરો રીડીંગ શીખવું હોય તો તેંઓ ઓછા સમયમાં શીખી શકે છે.

To buy this book please visit http://www.gujaratibooks.com/product.php?productid=11237

Advertisements

Feelings – Gujarati Magazine

ફિલિંગ્સ: વિશ્વભરના ગુજરાતીઓનું પારિવારિક સામાયિક.

Feelings Gujarati Magazine subscription

Feelings a new Gujarati magazine is available for subscription.

FREQUENCY : Fortnightly
CATEGORY: Magazines, General Subject, Gujarati

Following are few sample articles from the magazine.

[nggallery id=2]

 

Subscribe Feelings Magazine Now !

Dhram Bhi Kabhi Vigyan Tha Aur Rahega

ધર્મ ભી કભી વિજ્ઞાન થા , હે  ઓર રહેગા

To buy this book please visit http://www.gujaratibooks.com/product.php?productid=10620

દરેક ધર્મકાર્યમાં “શા માટે?” એવા નવી પેઢીના પ્રશ્નો નો ઉત્તર આ પુસ્તકમાં છે. આ પુસ્તક દરેક ઘરમાં હોવું જરૂરી છે…..
ભાગવતાચાર્ય પૂ. શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા.

શરૂઆતથી જ આ પુસ્તક જકડી રાખે છે. ભારત ની તમામ ભાષાઓ માં અનુવાદ થવો આવશ્યક છે. આ પુસ્તક નું પારાયણ નિયમિત થાય એવો પ્રયત્ન કરીશ.
ડો. શ્રી રવીન્દ્ર ઉપાધ્યાય, પોદાર હોસ્પિટલ, વરલી, મુંબઈ.
આપણા દરેક તહેવાર-ક્રિયા કાંડની પાછળ ધર્મ ઘેલછા કે અંધશ્રદ્ધા નહિ પણ વિજ્ઞાન છે એ લેખકે સુપેરે સમજાવ્યું છે.
શ્રી ચંદ્રકાંત સી. આનંદપરા મુંબઈ સમાચારમાં ગ્રાહક અધિકાર કોલમના લેખક

પુસ્તક સાથે નાતો બાંધનાર વાચક કૃતાર્થ થશે એમાં સંદેહ નથી, કેમ કે પુસ્તક માં લેખકની મૌલિકતા, સંશોધાનવૃત્તિ, અર્થઘટનની નવી રાહ, પ્રાચીન અને અર્વાચીનની સમન્વય ભૂમિકા વાચવા મળે છે.
જન્મભૂમિ પ્રવાસીમાં પ્રા. “શ્રી બકુલ રાવલ”

ધાર્મિક રીત રીવાજો, વ્રતો, તહેવારો, વિધિઓને અંધશ્રદ્ધા કહીને નકારનારાઓને ફરી વિચારવાની પ્રેરણા મળે તેવું આ પુસ્તક છે.
દિવ્યભાસ્કરમાં શ્રી ધર્મેશ ભટ્ટ

આપણા વ્રતો, તહેવારો કે ક્રિયાકાંડોમાં રહેલા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ને રોચક-રસિક શૈલીમાં મુંબઈના સુપ્રસિદ્ધ સાંધ્યદૈનિક ની પૂર્તિમાં રજૂ કરી લોકપ્રિય બનનારા મુકેશ ગ. પંડ્યા નું પુસ્તક સંશોધાનવૃત્તિ કેળવનારું છે.
ગુજરાત સમાચારમાં શ્રી ભારતેન્દ્ર શુક્લ.

જન્ભુમિમાં લેખકની જે કોલમે વાચકોને ઘેલા કાર્ય હતા તે હવે પુસ્તક રૂપે પ્રગટ થઇ છે. લેખકે દરેક પ્રકરણમાં ગાંધીજી જેવી સરળ વાણીથી સમજાવ્યું છે.
અભિષેકમાં તંત્રી શ્રી વિનય શાહ.

દરેક ધર્મકાર્યમાં “શા માટે?” એવા નવી પેઢીના પ્રશ્નો નો ઉત્તર આ પુસ્તકમાં છે. આ પુસ્તક દરેક ઘરમાં હોવું જરૂરી છે…..ભાગવતાચાર્ય પૂ. શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા.
શરૂઆતથી જ આ પુસ્તક જકડી રાખે છે. ભારત ની તમામ ભાષાઓ માં અનુવાદ થવો આવશ્યક છે. આ પુસ્તક નું પારાયણ નિયમિત થાય એવો પ્રયત્ન કરીશ. ડો. શ્રી રવીન્દ્ર ઉપાધ્યાય, પોદાર હોસ્પિટલ, વરલી, મુંબઈ.


આપણા દરેક તહેવાર-ક્રિયા કાંડની પાછળ ધર્મ ઘેલછા કે અંધશ્રદ્ધા નહિ પણ વિજ્ઞાન છે એ લેખકે સુપેરે સમજાવ્યું છે.શ્રી ચંદ્રકાંત સી. આનંદપરા મુંબઈ સમાચારમાં ગ્રાહક અધિકાર કોલમના લેખકપુસ્તક સાથે નાતો બાંધનાર વાચક કૃતાર્થ થશે એમાં સંદેહ નથી, કેમ કે પુસ્તક માં લેખકની મૌલિકતા, સંશોધાનવૃત્તિ, અર્થઘટનની નવી રાહ, પ્રાચીન અને અર્વાચીનની સમન્વય ભૂમિકા વાચવા મળે છે.જન્મભૂમિ પ્રવાસીમાં પ્રા. “શ્રી બકુલ રાવલ”


ધાર્મિક રીત રીવાજો, વ્રતો, તહેવારો, વિધિઓને અંધશ્રદ્ધા કહીને નકારનારાઓને ફરી વિચારવાની પ્રેરણા મળે તેવું આ પુસ્તક છે.દિવ્યભાસ્કરમાં શ્રી ધર્મેશ ભટ્ટઆપણા વ્રતો, તહેવારો કે ક્રિયાકાંડોમાં રહેલા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ને રોચક-રસિક શૈલીમાં મુંબઈના સુપ્રસિદ્ધ સાંધ્યદૈનિક ની પૂર્તિમાં રજૂ કરી લોકપ્રિય બનનારા મુકેશ ગ. પંડ્યા નું પુસ્તક સંશોધાનવૃત્તિ કેળવનારું છે.ગુજરાત સમાચારમાં શ્રી ભારતેન્દ્ર શુક્લ.
જન્ભુમિમાં લેખકની જે કોલમે વાચકોને ઘેલા કાર્ય હતા તે હવે પુસ્તક રૂપે પ્રગટ થઇ છે. લેખકે દરેક પ્રકરણમાં ગાંધીજી જેવી સરળ વાણીથી સમજાવ્યું છે.અભિષેકમાં તંત્રી શ્રી વિનય શાહ.

આ પુસ્તકમાંથી એક સુંદર લેખ

પ્રકરણ ૩૧ : ફાગણી હોળી

બ્રહ્માંડના પાંચ મહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશમાં બરાબર મધ્યનું સ્થાન અગ્નિ શોભાવે છે. એક એવું તત્વ છે જે પદાર્થ નથી, પણ ઊર્જા છે, જેના વિના પદાર્થનું રૂપાંતર શક્ય નથી, જેમ કે લાકડું અનાજ જેવા પૃથ્વી તત્વ, પાણી દૂધઘી જેવા પ્રવાહી તત્વોને વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કરવાનું કામ અગ્નિ તત્વથી શક્ય બને છે. અગ્નિદેવ રૂપાંતરનું કામ નથી કરતા, પરંતુ મલિન દ્રવ્યોને શુદ્ધ પણ બનાવે છે. જન્મ થી લઇને મૃત્યુનાં સોળ સંસ્કાર છે અગ્નિની સાક્ષીએ કરવામાં આવે છે. એટલે કાર્યોને સંસ્કાર કહેવાય છે. સંસ એટલે સારું અને કર એટલે કાર્ય. અનાજમાં કીડા પડે તો અનાજ સડી જાય છે. પાણીમાં તેમ વાયુમાં પ્રદુષણ ફેલાઈ શકે છે. પરંતુઅગ્નિકોઈને ગાંઠતું નથી, ઊલટાનું તેના સંસર્ગમાં જે કોઈ પણ આવે તે તપીને શુદ્ધ બને છે, જેમ કે સોનું અગ્નિમાં તપીને વધુ શુદ્ધ બને છે.

ભારતીય સંસ્કૃતિમાં દિવાળી જેટલું મહત્વ હોળીનું છે. બંનેનો સંબંધ અગ્નિ અને પ્રકાશ સાથે છે. દિવાળીમાં આપણે ઘેરઘેર દીવા પ્રગટાવીએ છે, જયારે હોળી ગામની શેરીઓમાં કે પછી શહેરની ગલીઓમાં પ્રગટાવીએ છીએ. દિવાળી ગરમ અને ઠંડી ઋતુનો સંધિકાળ છે, જયારે હોળી ઠંડી અને ગરમ ઋતુનો સંધિકાળ ગણાય છે. સંધિકાળમાં હવામાનમાં પલટો આવતો હોય છે એટલે સમયમાં પ્રાણીમાત્ર બે ઋતુનો ભોગ બને છે. ઘડીકમાં ઠંડી તો ઘડીકમાં ગરમીને કારણે પેદા થતા અસંખ્ય વિષાણુઓ, જીવજંતુઓ સમગ્ર વાતાવરણને અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, આવા વાતાવરણને શુદ્ધ કરવા હોળી ખુબજ ઉપયોગી તહેવાર બની રહે છે..

સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આપણે રોજ ઘરે દીવાબત્તી કરીએ છીએ તે પણ દિવસ અને રાતના સંધિકાળ છે. આવા સમયે ફેલાતા જીવજંતુઓથી બચવા નાનકડો દીવો પણ ઘણું કામ આપે છે. ક્રિયાનું પુનરાવર્તન આપણે ઋતુઓના સંધિકાળમાં મોટા પ્રમાણમાં અગ્નિ પ્રકટાવીને કરીએ છીએ. આથી નવરાત્રીમાં હવન અને ફાગણ મહિનામાં હોળીનું મહત્વ ખુબજ વધી જાય છે. કેટલાક લોકો હોળી પ્રગટાવવાનો વિરોધ કરતા, એવું કહે છે કે હોળી ને કારણે વૃક્ષોનો નાશ થાય છે અને પર્યાવરણને નુકશાન પહોંચે છે, પરંતુ હકીકત જુદી છે. પર્યાવરણને બચાવવા હોળી પ્રકટાવવી જરૂરી છે. કેવી રીતે તે હવે આપણે જોઈએ :

ચોમાસાની ઋતુમાં જમીન પર આડેધડ અનેક પ્રકારની વનસ્પતિ કે ઘાસ ઊગી નીકળે છે. એવા પ્રકારની વનસ્પતિ હોય છે, જેને આપણે આપણા કોઈ કામમાં આવે તે રીતે કે તે જગ્યાએ ઉગાડી નથી હોતી. તે આપોઆપજ ઉગી નીકળી હોય છે. ખેતરમાં કે વાડીમાં ઉગાડેલા અનાજ કે ફળ કે શાકભાજીને ચોમાસામાં ભરપુર પાણી મળે છે અને શિયાળામાં આપણે સિંચાઈ દ્વારા પાણી પાઈએ છીએ, પરંતુ એવી અસંખ્ય વનસ્પતિ છે જે માત્ર ચોમાસા પુરતી ઊગે છે અને શિયાળામાં સુકી હવાના કારણે સુકાઈ જાય છે. ઉપરાંત વર્ષોથી જમીન પર ઊગેલા મોટા વૃક્ષો પણ મહા મહિનામાં પાનખર ઋતુમાં અસંખ્ય ડાળીઓ અને પાંદડાનો ત્યાગ કરે છે. જેમ મનુષ્યનું જીવન અને મૃત્યુ નિશ્ચિત છે તેમ વૃક્ષોનું પણ જીવન અને મૃત્યુ નિશ્ચિત હોય છે. દર વર્ષે જેમ કોઈ ને કોઈ વૃદ્ધો શરીર છોડી દેતા હોય છે તેમ કેટલાય વૃક્ષો પણ દર વર્ષે પોતાના આત્મારૂપી રસકસને ગુમાવી દે છે અને માત્ર ઠૂંઠા વૃક્ષરૂપે તેમનો દેહ રહી જાય છે. જેમ મૃત વ્યક્તિનો આપણે અગ્નિસંસ્કાર કરીએ છીએ એજ રીતે આવા સુકા વૃક્ષો, પાંદડા અને સુકી ડાળીડાળખાં ભેગા કરીનેહોળીપ્રકટાવીને હકીકતમાં તો આપણે તેમનો યોગ્યઅગ્નિસંસ્કાર કરીએ છીએ. મહા મહિનામાં જમીન પર અસંખ્ય પ્રમાણમાં ડાળીડાળખાં કે સૂકા પાંદડાને આપણે સળગાવીએ નહિ તો પણ પૃથ્વી તત્વમાં ભળી જાય છે, પણ એમ થતાં વધુ સમય લાગે છે, જયારે આવા સુકા ઘાસ, પાંદડાં, ડાળખાં કે લાકડાને અગ્નિદાહ દઈએ તો તેનો નિકાલ જલ્દી આવે છે. વળી, આમાંથી પેદા થતી રાખમાં ક્ષારનું પ્રમાણ વધારે હોઈ ઉત્તમ કુદરતી ખાતર બને છે, જે નવી વનસ્પતિ કે નવા વૃક્ષોને ઉગડાવા માટે કામમાં આવે છે. જેમ પ્રત્યેક નવા અવતરતા બાળક માટે વૃદ્ધો જગ્યા કરી આપે છે પ્રાણીસૃષ્ટીનો નિયમ છે એજ રીતે વનસ્પતિની સૃષ્ટિમાં પણ નિયમ લાગુ પડે છે. આપણે બાળીએ તો પોતે બળી મારે છે. ઘનઘોર જંગલમાં એકદમ ગીચોગીચ વૃક્ષ ઊગી નીકળ્યા હોય અને તેમની વસ્તી એટલી બધી વધી ગઈ હોય કે સૂર્યનારાયણ પણ તેમને વીંધીને જમીન પર પહોચી શકે, ત્યારે વૃક્ષોની ડાળીઓ વાયુના સપાટાને કારણે એકમેક સાથે ઘસાઈ ને આગ પકડી લે છે, જેને આપણે જંગલમાંદવલાગ્યો એમ કહીએ છીએ. (કદાચ દીવો શબ્દદવપરથીજ આવ્યો હશે.) આવા દવમાં વનસ્પતિ પોતેજ પોતાનો વિનાશ સર્જે છે, પણ સૂકા લાકડા કે વૃક્ષો પૂરેપૂરા સળગી જાય છે, જયારે નવા વૃક્ષો લીલા હોઈ જલ્દી સળગતા હોવાથી બચી જાય છે. આમ વૃદ્ધ, વૃક્ષો સંતાન વૃક્ષો માટે જગ્યા કરવા પોતાની આહુતિ આપી દે છે. મરેલાને બાળવા ગુનો નથી, પણ સંસ્કાર છે એમ સૂકા વૃક્ષો, ડાળીઓ, લાકડાં, પાંદડાંને બાળવા અપરાધ નહિ, પણ સંસ્કાર છે. એમાં પણ ઠંડી વિદાય થવાની તૈયારી હોય અને ગરમીની શરૂઆત થતી હોય તે વખતેહોળીઊજવીને આપણે એક કાંકરે બે પક્ષીનો શિકાર કરીએ છીએ. એક તો મૃત વનસ્પતિ સૃષ્ટિનો યોગ્ય નિકાલ થાય છે અને બીજું અગ્નિને કારણે વાતાવરણમાં સ્વચ્છતા અને શુદ્ધતા પ્રકટે છે.

મૃત વ્યક્તિઓનો અગ્નિસંસ્કાર કરીએ અને એમને એમ રઝળવા દઈએ તો પણ વરસો જતા તે કોહવાઇને માટી માં તો ભળીજ જવાનો છે. પણ ત્યાં સુધી જે જીવતા રહેલા છે, તેમને કેટલો ત્રાસ, દુર્ગંધ અને રોગચાળો સહન કરવો પડે. આજ રીતે પાનખર ઋતુમાં જમીન પર પડેલા પાંદડાં, ડાળીડાળખાં, સૂકા ઘાસ, વગેરે એટલા પ્રમાણમાં વધી જાય કે જમીનની અંદર રહેલા મૂળિયા, બીજ કે જીવજન્તુઓને હવા, પાણી અને પ્રકાશ મેળવવામાં ઘણીજ તકલીફ થાય. માટે તેમનો નિકાલ જરૂરી છે. ગામડાની સરખામણીએ શહેરોમાં વૃક્ષો અને વનસ્પતિ ઓછા હોય છે. એટલે કેટલાક લેભાગુ લોકો લીલા વૃક્ષોનું નિકંદન કાઢતા હોય પણ શક્ય છે. આવું કાર્ય કરતા લોકોને અટકાવવા આપણી ફરજ છે, પરંતુ એના લીધે હોળીજ પ્રકટાવવી અયોગ્ય છે. હોળી વાતાવરણમાં રહેલા ઉપદ્રવી જંતુઓનો નાશ તો કરે છે વધુમાં શરીરના તંત્રમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. મહાશિવરાત્રીમાં તમે ઉપવાસ કે જાગરણ કરી શક્યા હો, બિલીપત્રનો રસ પી શક્યા હો તો મૂંઝાવાની જરૂર નથી. શિયાળામાં શરીર માં જામી ગયેલા કફને ઓગાળવા હોળીની ગરમી ખુબજ કામ લાગે છે. હોળી પ્રકટાવી તેની આસપાસ પ્રદક્ષિણા ફરવાનો આજતો હેતુ છે. જેમ થીજી ગયેલા ઘી ને ગરમ કરતા તે પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે એજ રીતે તમારી છાતી અને નાડીઓમાં જામી ગયેલા કફને પીગળાવી ઉત્સર્ગ ક્રિયા મારફતે શરીરથી છુટકારો આપી શકાય છે. આયુર્વેદના મતે મનુષ્યને બાલ્યાવસ્થામાં કફનો, યુવાવસ્થામાં પિત્તનો અને વૃધાવસ્થામાં વાયુનો દોષ સૌથી વધુ નડે છે. નાના બાળકને વાતવાતમાં કફ થઇ જતો હોય છે માટેજ નવા જન્મેલા બાળકોને હોળીને ફરતે ફેરવવાનો રિવાજ પણ આપણે ત્યાં છે. આમ કરવાથી તેમનામાં રહેલો વધારાનો કફ છુટો પડી મુત્ર કે દસ્ત વાટે બહાર નીકળી જાય છે અને તેઓ સ્વસ્થ રહે છે. આથીજ જન્મદાત્રી માતા, ગાયમાતા અને ધરતીમાંતાની જેમ હોળી ને પણ આપણે માતાના સ્વરૂપમાજ વંદન કરીએ છીએ. હોળીના દિવસોમાં ખાવામાં આવતા દ્રવ્યો તેમજ હોળીમાં પધરાવવામાં આવતા દ્રવ્યો પાછળ પણ ઘણા વૈજ્ઞાનિક કારણો છે તે આપણે પછીના પ્રકરણ માં જોઈશું.

To buy this book please visit http://www.gujaratibooks.com/product.php?productid=10620

Lohana Gnati Itihas. The history of Lohanas

રઘુવંશી લોહાણા જ્ઞાતિ ઈતિહાસ – Price Rs 125.00

To  buy this book please visit  http://www.gujaratibooks.com/product.php?productid=10540

તમે આ ઈતિહાસ જોયો છે કે?

હવે એવા ઈતિહાસ ફીતિહાસમાં  શું જોવીનું  હોય?

કેમ આપણા વડવાઓ કેવી હતા, કેમ રહેતા હતા, તેમની રહેણી કરણી કેવી હતી ?

એ લોકો જીવ્યા એમની રીતે અને તેમના રીતરિવાજ પ્રમાણે હશે. તેમાં  આપણે શું લેવાદેવા?

અરે ભાઈ આ ઈતિહાસ આપણને ઘણું બધું શીખવી શકે છે. તમારે તેનો  વિગતવાર અભ્યાસ કરવો પડે. તો  જ તમે સમજી શકો.

તમને ખબર છે કે લોહાણા બાવઢા શા માટે કહેવાય છે?

કંદ રાત, પુષ્પ ધોળા, પણ જાણે ભૂંગળી; લોહાણાની લાજ રાખી ધન્ય માતા ડુંગળી.

ભોવાયા પોતાના ખેલ વખતે આવા શબ્દો ઉચારે તો કોનું લોહી ન ઉકળી ઉઠે? આવા જ એક પ્રસંગે એક લોહાણાએ તે બોલનારનું  માથું કાપી લીધું હતું.

હાથને બાંય અથવા બાં  પણ કહેવામાં  આવે  છે. તેને વાઢી નાખનાર તે બવંધા. એટલે  કે પોતાના સગા ભાઇનો વધ કરનાર તે બાવઢા. એ  તમને ખબર છે?

એમાં નવાઈ નથી ભાઇનો વધ કરે તેને બવંધો જ કહેવાય.

ના, તો તમે સાચું સમજ્યા નથી. અહી એવો અર્થ કરવમાં આવે છે કે જો પોતાનો સગો ભાઈ પણ ખોટું કામ કરતો હોય તો તેને રોકવો જોઈએ.

અને જરૂર પડે તો તેનો વધ પણ કરી શકાય. એ બાબતમાં કઈ ખોટું નથી થતું. એમ સાચા અર્થમાં લવાનું છે. માટે લોહાનાને બાવંધા કહેવામાં આવે છે.

આવું  બધું આપણને ઈતિહાસમાંથી જ જોવામાં અન સમજવા મળે. માટે જ ઇતિહાસનું મહત્વ છે સમજ્યા?

હવે આપણે એક બીજી વાત લઈએ.

તમે  જાણો છો કે આપણે રઘુવંશી શા માટે કહેવાઈ છીએ?

રઘુ રાજા કોણ હતા. તેમનો વંશ શા માટે કહેવાયો  અને રામનો વંશ ન કહેવાયો?

રઘુ રાજા અને રામ રાજાના કામોમાં શું તફાવત હતો?

બને એક જ કુળના અને વંશના રાજા હતા છતાં એકનો વંશ કહેવાય અને બીજાનો ન કહેવાય તો આમાં ક્યાં સમજણ અધુરી રહે છે?

આવી બધી બાબતો સમજવા માટે આપણે ઈતિહાસ સમજવો જોઈએ અને તે  પણ ઊંડાણમાં.

અને આવો ઈતિહાસ આપણને મળી શકતો  હોય તો તે મેળવવામાંથી અને વાંચવામાંથી આપણે શા માટે અળગા રહેવું જોઈએ?  રઘુરાજાએ અને રામરાજાએ  જે જે રાજ્યો જીત્યાં તે તે તેના હક્કાદારોને પાછા સોંપી  દીધા હતા પોતે તેનો વહીવટ સંભાળવા પણ રોકાયા ન હતા. તેમને ગરીબોની સેવા પણ કરી હતી એત્લુંન જ નહી તેમને યજ્ઞો પણ કર્યા હતા પરંતુ રઘુરાજા તો વ્રદ્ધાવાસ્થામાંપોતાનુંસર્વસ્વ ગરીબોને દાનમાં આપીને વનમાં જઈને અ[કઝૂંપડી બાંધીને મુનિવ્રત દ્ગણ કરીને યોગસાધના કરતા કરતા પ્રાણ તજ્યા હતા. આમ તેની સધુવ્રતીને કરને તથા ઉદારતાને કરને તેમના વંશને રઘુવંશ કહેવામાં આવે છે.

અને તેથી જ તેને સારી રીતે સમજણ પૂર્વક વાંચવો અને સમજવો જોઈએ. અને આવો ઈતિહાસ આપણને મળી શકતો  હોય તો તે મેળવવામાંથી અને વાંચવામાંથી આપણે શા માટે અળગા રહેવું જોઈએ?  રઘુરાજાએ અને રામરાજાએ  જે  જે રાજ્યો જીત્યાં તે તેના  હક્કાદારોને  પાછા  સોંપી   દીધા હતા પોતે તેનો વહીવટ સંભાળવા પણ રોકાયા ન હતા. તેમણે ગરીબોની સેવા પણ કરી હતી એટલું જનહી તેમણેયજ્ઞો પણ કર્યાહતાપરંતુ રઘુરાજા તો યુવાનવયે પોતાનું સર્વસ્વ ગરીબોને દાનમાં આપીને વનમાં જઈને એક ઝૂંપડી બાંધીને મુનિવ્રત ધારણ  કરીને યોગસાના કરતા કરતા પ્રાણ તજ્યા હતા. આમ તેની સાધુવ્રતીને કારણે તથા ઉદારતાને કારણે તેમના વંશને રઘુવંશ કહેવામાં આવે છે.

આ સિવાય રઘુ રાજા માટેની બીજી કશી વિગત વાલ્મીકી રામાયણ, મહાભારત, ભાગવત કે કોઈ પુરાણમાં નથી મળતી. તેથી રઘુ રાજા તથા તેમના કર્યો તથા તેમના રાજ્યને લગતી કોઇપણ વિગત મેળવવામાં નિષ્ફળતા જ મળે છે.

કવિકુલગુરુ કલીદાસમાં યશની દુન્દુન્ભી ભારતમાં જ નહી, આખા  વિશ્વમાં આજે પણ વાગી રહી છે. કહાકાવી ગેટેએ તો “શાકુન્તલ” નો ફક્ત અનુવાદ જ વાંચ્યો હતો અને તેઓ આનંદ વિભોર થયા હતા. તેઓએ જો મૂળમાં “શાકુન્તલ” વાંચ્યું હોત તો શું થાત?

આવા કવિ વિષે  શું બોલીએ અને શું લખીએ? તેમના ગ્રંથ વિષે લખતાં  અમારી કલમ પાંગળી થઈ જાય છે. કાલિદાસ વ્યક્તિ વિષે લખતાં કલમ ચુપ થઇ જાય છે, અને તેના વિશેની માહિતી મેળવતાં અમારી બુદ્ધિ માર ખાય છે, શૂન્ય બની જાય છે. તેમના વિષયમાં અમે શું જાણીએ છીએ? કંઈ જ જનતા નથી. ટીઓ ક્યાં રહેતા હતા, ક્યાં જન્મ્યા હતા? કઈ જ જનતા નથી. તેમની આજીવિકાનું શું સાધન હતું?  કબર નથી. ટીઓ ક્યાં ભણ્યા હતા? તેમના માં-બાપ કોણ હતા? કશાની જ અમને ખબર નથી. એ જ એમના વિશેની અમારી માહિતી છે.

આ નકાર ઘંટડી કેમ વાગે છે? જનતા નથી, ખબર નથી, માલુમ નથી કારણ કે અમે ભારતીય હમેશાં ઇતિહાસની ઉપેક્ષા કરતા આવ્યા છીએ.  અમારા કવિ પોતાના વિશે  કડી જ કંઈ બોલતા નથી. આત્મશ્લાધા તો ટીઓ કડી જ કરતા નથી. ભારતે ઇતિહાસની બાબતમાં હમેશાં ઉદાશીનતા બતાવી છે. ઇતિહાસના સંબંધમાં રહેલી અનાસ્થાના કારણે આપને ખુબ કંઈ ગુમાવી બેઠા છીએ.

તેઓંના ગ્રંથો સિવાય અમારી પાસે એમના વિશે કોઈ જાણકારી નથી. જો કે અમને તો આટલી ખબર છે. પરંતુ મૂર્ખને  તોએની પણ જન હોતી નથી કે તેને શું માલુમ નથી. જે જનતા નથી તે સમજી લેવાની વ્રુત્તી  એ જ જ્ઞાન મેળવવાની શરૂઆત. કાલિદાસની અમને કંઈ પણ માહિતી નથી ત્યાંથી જ અમારે કાલીદાસને જાની લેવાની શરૂઆત કરવી પડશે. તેમન ગ્રંથોનો શોધ લેતા, તપાસ કરતા સંજય છે કે…… તેઓ રાજા વીક્રમાંદીત્યના દરબારમાં રાજકવિ હોવા જોઈએ. વિક્રમ સંવત ઈ. સ. પુ. ૫૨ થી શરુ થાય છે. તેથી કાલિદાસ આજથી ૨૦૦૦ વર્ષો પહેલા થયા હતા ત્યારથી તેમન યશના ગાણા ગવાય છે.

આવી જ રીતે આપણે આપણી લોહાણા જ્ઞાતિના ઇતિહાસ વિશે સાવ કંઈ જનતા નથી અને આપણને જે કંઈ જાણવા મળે છે તે પણ પુરતું નથી. અપને શોધ કરી કરીને કેટલી કરી શકીએ. આ બાબતની પણ એક લીમીટ હોય છે. આપણાં ગ્રંથો કાં તો મળતા નથી અથવા તો તમેને સળગાવી દેવામાં આવ્યા છે. જોઈએ તેટલી માહિતી મળતી નથી અને જે મળે છે તે પણ ક્રમવાર મળતી નથી. તેમ છતાં લોહાણા જ્ઞાતિનાઈતિહાસને સમગ્રરીતેઆપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે . જેમાંથી આપને લોહાણા ઇતિહાસના દર્શન થઇ શકાશે  તો પણ અમારો પ્રયાસ સફળ થયો છે તેમ માની અમારી મહેનતને  તમે બિરદાવી ન્યાય આપવા બદલ અમે આપના આભારી રહીશું.

પાંડવો અને કવરવો વચ્ચે કુરુક્ષેત્ર મેદાનમાં ખેલાયેલા મહાયુદ્ધ પૂરું થયા પછી શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું “પાર્થ, તારા ધનુષ્ય બાણ લઈને પહેલાં તું રથમાંથી નીચે ઉતર પછી હું ઉતરીશ.” અર્જુનને ખુબ જ નવાઈ લાગી. કારણ કે  અત્યાર સુધી રથમાંથી પ્રથમ શ્રીકૃષ્ણ ઉતરતા હતા અને પછી અર્જુન ઉતરતો હતો. આજે શ્રીક્રુષણ આવું ક[મ મહેતા હશે! પરંતુ ત[ જયારે રથમાંથી નીચે ઉતાર્યો પછી શ્રીકૃષ્ણે રથમાંથી ધરતી પર પગ મુક્યો. એકાએક રથના પતાકોનો કપિ અદ્રશ્ય થઇ ગયો અને આખોય રથ ભડકે બળવા લાગ્યો. જોતજોતામાં તો રથના એક પછી એક ભાગ પર આગ ફેલાવા લાગી અને રથનો ધ્વજ, ધૂસરી, લગામ અને અસ્વ બધું બળીને ખાખ થઇ ગયું. સૌને  નવાઈ લાગી અને તેઓં એકીટસે રથની આસપાસ લાગેલી આગની જ્વાળા જપવા લાગ્યા. અર્જુન તો સ્તબ્ધ થઇ ગયો. એકાએક આમ કેમ બન્યું, એ કોઈને સમજાયું નહીં.

સવની આંખ શ્રીકૃષ્ણ પર મંડાઈ તો તેઓં તો મોન ધારીને આ ઘટના નિહાળી રહ્યા હતા. અર્જુને એમને અકળાઈને પૂછ્યું, “મુરારી, મારો દિવ્ય રથ આમ એકાએક કેમ સળગી રહો છે? યુદ્ધના મેદાનમાં બાણોની વર્ષ વચ્ચે જેને કશું થયું નહોતું, એવો રથ આવી રીતે વિનાશ પામે  તે હું સમજી શકતો નથી. હું અતિ વ્યગ્ર બન્યો છું. કૃપા કરીને મારા મનને સમાધાન આપો.”

શ્રીકૃષ્ણે હળવા હાસ્ય સાથે કહ્યું, “અર્જુન, આ રથ અગ્નિદેવની સંપત્તિ હતી, એ એણે પછી મેળવી લીધી છે. તારો રથ તો તેના દીવ્યસ્ત્રો સાથે ક્યારનોયે બળી ગયો હતો; પરંતુ હું તેના પર બેઠો હતો, ત્યાં સુધી એ અકબંધ રહ્યો હતો. મેં ધરતી પર પગ મુક્યો એની સાથે બ્રહ્માસ્ત્રની દાહક શક્તિથી એ ભસ્મીભૂત થઇ ગયો. તારું યુધ્કાર્યહવે પૂર્ણ થયું છે માટે.”

આજ રીતે આપણે જ્યાં સુધી ઈતિહાસને ઉધ્ડીને તેનું વાંચન ન કરીએ ત્યાં સુધી આપણા વડવાઓ કેવા હતા, તેમને કેવી રીતે જીવન પસાર કર્યું હતું, તેમનો સ્વભાવ કેવો હતો, તેમનો પહેરવેશ કેવો હતો, તેઓં શાથી લોહાણા કહેવાતા હતા, તેમને કેટલી અન[ કેવી અટકો હતી, વગેરે બાબતમાં આપણે બિલકુલ અંધારામાં રહીએ છીએ. જો એક વખત આપણે સમજીને ઈતિહાસ વાવ્હીએ તો આપણે ઘણું બધું જાણી શકીએ. દુર ઉભા રહીને અથવા તો ઇતિહાસથી દુર ભાગીને આપણે કઈ જ પામી ન શકીએ. તે બાબત માટે તો શ્રીક્રુષણ જેવા ઈતિહાસ પાસેથી વિગતવાર માહિતી મેળવવી જોઈએ. તો જ આપણા દરેક સવાલોના યોગ્ય ઉત્તર આપણે મેળવી શકીએ.

ઇતિહાસના જે સમય માટે આપણે જાણવા માંગતા હોઈએ ત[ સમયના રીતરીવાજ, રહેણીકરણી, સામાજિક સ્થિતિ, હરવા ફરવાના સાધનો, યુદ્ધના હથિયારો, ધાર્મિક જીવન, અંધશ્રદ્ધા, રાજકીય પરિસ્થિતિ, વગેરે બાબતોમાં આપણે જાણકારી મળી શકે.

તો શું આપ આપની જ્ઞાતિનો ઇથીહાસ વાવ્ચવાનું મન કરી શકશો અને જાણવણી કોશિશ કરશો ?

હવે તો સમય છે કે આ માટે આપ આપની  જ્ઞાતિનો ઈતિહાસ વાચવાની ઈંતજારી બતાવો અને જો ખરેખર જાણવા માંગતા હો તો તમારે “રઘુવંશી લોહાણા જ્ઞાતિ ઈતિહાસ” જે પ્રભુદાસભાઈ સોઢાએ લખીને આપણે માટે તૈયાર કર્યો છે તે ખરીદીને તેમાં રસ લેવા તૈયારી અવશ્ય કરશો.

!! જય રઘુવંશ !!      !! જય શ્રીરામ !!

કહેવત-માળા

૧૯૦૩માં પ્રગટ થયેલું પુસ્તક કહેવત-માળા તેનાં વ્યાપ , વિસ્તાર પરિશ્રમ અને અભ્યાસને કારણે આ પ્રકારનાં આજ સુધીમાં પ્રગટ થયેલાં પુસ્તકોમાં જુદી ભાત પડે તેવું છે. લગભગ સાડા બારસો પાનાના બે ભાગમાં બાર હજાર જેટલી કહેવતો કક્કાવારી પ્રમાણો ગોઠવી છે. પણ આ પુસ્તકમાં માત્ર ગુજરાતી કહેવતો જ નથી. આપણી ભાષાની કહેવતોને મળતી આવે તેવી કહેવતો સંસ્કૃત, હિન્દી, મરાઠી, કાશ્મીરી, તમિળ, તેલુગુ,જેવી આપના દેશની ભાષાઓમાંથી તથા અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, સ્પેનિશ, પોર્તુગીઝ, ડચ, ડેનિશ, લેટિન, ફારસી, વગેરે વિદેશની ભાષાઓમાંથી વીણી વીણીને મૂકી છે. જુદી જુદી ભાષાઓની કહેવતોનો આટલો મોટો સંગ્રહ ગુજરાતીમાં તો બીજો કોઈ નથી. આ પુસ્તકનાં સાડા બારસો પાનાં એટલે કહેવતોનો અમૂલ્ય ખજાનો.

આ ખજાનો એકઠો કરેલો જમશેદજી નસરવાનજી પતીતે. ૧૮૫૬ના જાન્યુઆરી ની ૨૪મી તારીખે મુંબઈમાં એમનો જન્મ. ગર્ભશ્રીમંત પારસી માતાપિતાના એકમાત્ર પુત્ર. શિક્ષણ મેટ્રિક સુધીનું. સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જ જમ્શેદજીને કહેવતો એકઠી કરવાનો શોખ લાગેલો. દસ હજાર જેટલી કહેવતો એકઠી કરી. કક્કાવારી પ્રમાણે ગોઠવી. “વિદ્યામિત્ર” નામના સામયિકમાં હપ્તાવાર પ્રગટ કરાવી. પણ “ફ” અક્ષર સુધીની કહેવતો છપાઈ ત્યાં તો માત્ર ૩૨વર્ષની વચે અણધારી રીતે જમશેદજીનું અવસાન થયું, ૧૮૮૮ન માર્ચની ૧૯મીએ. જમ્શેદજીના મિત્ર જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ જમશેદજીના સંગ્રહમાં સુધારો, વધારો, ઉમેરો કરી ૧૯૦૩માં બે ભાગમાં કહેવત-માળા પુસ્તક પ્રગટ કર્યું. હવે થયેલું પુર્નમુદ્રણ મૂળ પુસ્તકની નકલ પરથી યથાતથ રૂપે મુદ્રિત થયું છે એટલે મૂળનાં ભાષા-જોડણી, ગોઠવણી વગેરેમાં તલભાર પણ ફેર થયો નથી. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનું માતબર અનુદાન આ પ્રકાશન માટે મળ્યું હોવાથી પાકા પુંઠાના બે ભાગ છે.

For more info please visit http://www.gujaratibooks.com/kehavat-mala.html

Dal Dhokli – Delicious Gujarati Item Recipe


Dal Dhokli – Delicious Gujarati Item Recipe

દાળ ઢોકળી -સ્વાદિષ્ઠ ગુજરાતી વાનગી

Ingredients to Make Daal Dhokli

સામગ્રી
 1. 250gm Pigeon Pea
 2. 200gm Wheat Flour
 3. 2Spoon Turmeric Powder
 4. 2Spoon Red Chili Powder
 5. 1Spoon Carom Seed
 6. 3-4Cloves
 7. 2-3Cinnamon
 8. 1Spoon Black  Mustard Seeds

 9. 10-15 Curry Leaves
 10. 2Green Chilies (Cut in pieces)
 11. Pinch of Asafetida
 12. ½Spoon Tamarind Paste
 13. 25gmCashew nut
 14. 50gm
  Groundnut
 15. ½Spoon Garam Masala
 16. 1Spoon Tomatoes Paste
 17. 3Spoon Oil
 18. 1
  Spoon Ghee
 19. Saltas per Taste
 1. ૨૫૦ ગ્રામ તુવર-દાળ
 2. ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
 3. ૨ ચમચી હળદર
 4. ૨ ચમચી લાલ મરચું
 5. ૧ ચમચી અજમો
 6. ૩-૪ લવિંગ
 7. ૨-૩ તજ
 8. ૧ ચમચી રાઈ
 9. ૧૦-૧૫ મીઠા લીમડાના પત્તા
 10. ૨ લીલા મરચા (ટુકડા કરેલા)
 11. ચપટી હિંગ
 12. ૧/૨ ચમચી આંબલીની પેસ્ટ
 13. ૨૫ ગ્રામ કાજુ
 14. ૫૦ ગ્રામ સિંગદાણા
 15. ૧/૨ ચમચી ગરમ મસાલો
 16. ૧ ચમચી ટામેટાની પેસ્ટ
 17. ૩ ચમચી તેલ
 18. ૧ ચમચી ઘી
 19. સ્વાદ અનુસાર મીઠું

Method

પદ્ધતિ
 1. Take Wheat Flour and knead with Water.
 2. Add 1 spoon each of Turmeric Powder, Red Chili Powder and Carom Seed.
  Also add Salt as per taste.
 3. Mixall of them well.
 4. Now knead again with 1 Spoon Oil
 5. Make Roti and cut into desired pieces to make Dhokli.
 6. Wash Pigeon Pea (Tuvar Dal) with clean water and cook in pressure cooker
  for 10 minutes.
 7. Cool it down for 15 minutes.
 8. Get Pigeon Pea (Tuvar Dal) out of pressure cooker.
 9. Heat
  2 spoons Oil and 1 spoon Ghee in a metal bowl.
 10. Pour Cloves, Cinnamon and then add Black Mustard Seeds in heated
  Oil/Ghee.
 11. Add
  Curry Leaves, Green Chilies Pieces and a Pinch of Asafetida.
 12. Pour cooked Pigeon Pea (Tuvar Dal) into it.
 13. Add Tamarind Paste, Cashew Nuts, Groundnuts, Garam Masala, and 1 spoon
  Red Chili Powder, and Mix them.
 14. Add
  Tomato Paste, 1 spoon Turmeric Powder, Salt and 2 cups of Water.
 15. Let them boil properly.
 16. Pour
  pieces of Dhokli one by one in to boiling Dal.
 17. Boil for 10 minutes.
 18. Serve HOT and add Ghee on it to make it TESTIER…….
 1. થાળીમાં ઘઉંનો લોટ લઇને તેમાં પાણી ઉમેરો.
 2. હવે તેમાં હળદરલાલ
  મરચું અને અજમાની એક એક ચમચી નાખો
  અને સ્વાદ
  અનુસાર મીઠું ઉમેરો.
 3. હવે બધાને બરાબર ગુંદી લો.
 4. ૧ ચમચી તેલ નાખીને લોટને ફરીથી ગુંદો.
 5. રોટલી વણીને ઈચ્છા મુજબ ઢોકળીના ટુકડા કાપી લો.
 6. હવે તુવર-દાળને ચોક્ખા પાણીથી ધોઈને પ્રેશર કુકરમાં ૧૦ મિનીટ સુધી
  બાફો.
 7. ૧૫ મિનીટ સુધી ઠરવા દો.
 8. તુવરદાળને
  પ્રેશર-કુકર માંથી કાઢી લો.
 9. હવે તપેલીમાં ૨ ચમચી તેલ અને ૧ ચમચી ઘીને ગરમ કરો.

 10. ઉકાળેલા તેલ/ઘીમાં લવિંગ
  તજ
  અને રાઈ નો વઘાર કરો.
 11. વઘારમાં મીઠા લીમડાના પાનલીલા
  મરચાંના ટુકડા અને ચપટી હિંગ નાખો.
 12. હવે તેમાં બાફેલી તુવરદાળ
  ઉમેરો.
 13. હવે તેમાં આંબલીકાજુના
  ટુકડા
  ,સિંગદાણાગરમ
  મસાલો અને ૧ ચમચી લાલ મરચું નાખો
  બરાબર હલાવી
  ને મિક્ષ કરો.
 14. હવે એમાં ટામેટાની પેસ્ટ
  ચમચી હળદર
  ,મીઠું અને ૨ કપ પાણી ઉમેરો.
 15. બરાબર ઉકળવા દો.
 16. કાપેલા ઢોકળીના ટુકડાને ઉકળતી દાળ માં એક પછી એક ઉમેરો.
 17. ૧૦ મિનીટ ઉકળવા દો.
 18. ગરમા ગરમ પીરસો અને સ્વાદિષ્ટ બનાવવા ઉપરથી ઘી નાખો.

To see other 170 Gujarati receipt buy book “ગુજરાતી વાનગી ના 170 પ્રકારો

ગુજરાતી વાનગી ના 170 પ્રકારો

ગુજરાતી વાનગી ના 170 પ્રકારો

How to type in Gujarati ?

ગુજરાતીમાં ટાઈપ કરવું હંમેશા મુશ્કેલી ભરું અને કંટાળાજનક હોય છે. પણ ગૂગલે હમણાંજ લૌંચ કરેલું નવું ટૂલ  “Google Transliteration”  દ્વારા હવે ગુજરાતીમાં  ટાઈપ કરવું એકદમ સહેલું છે.

જેમકે તમારે “ગુજરાતી” ટાઈપ કરવા ઈંગ્લીશમાં  “gujarati” જ ટાઈપ કરવાનું રહેંશે.  આ ટૂલ ને જીમૈલ સાથે જોડી દેવામે  આવ્યું છે.

To see the demo please visit the http://www.gujaratibooks.com/how-to-type-in-gujarati-hindi-marathi-tamil-punjabi.html