List of Harkishan Mehta book

Following is the list of Harkishan Mehta’s books.

Buy all books of Harkisan Mehta books online

[nggallery id=4]

Osho books in Gujarati

All books by Osho in Gujarati now available

[nggallery id=3]

See the complete list of books by Osho in Gujarati

Shodh Pratishodh by Mahesh Yagnik

Shodh Pratishodh part 1& 2 by Mahesh Yagnik

શોધ પ્રતિશોધ
માસ્ટર સ્ટોરી ટેલર મહેશ યાજ્ઞિકની
એક અનોખી નવલકથા

સુરતના અબજોપ્રતિ પરિવારનો
યુવાન આકાશ જરીવાલા
અચાનક આરંભે છે એક યાત્રા……. 

હૈયામાં પ્રતિશોધની આગ  લઈને
એ આદરે છે કોઈની શોધ………

ગુજરાતના સુરતથી
દક્ષિણના ઉટી સુધી વિસ્તરતી
આ રોમાંચક કથામાં એવી અવનવી
ઘટનાઓ આકાર લે છે કે પ્રથમ
પ્રકરણ થી છેક અંત સુધી એ
વાચકને સતત જકડી રાખે છે…..

સંબધો અને લાગણીના આટાપાટામાં
ગૂંથાતી ખુન્નસ અને ખુમારીની કથા એટલે

શોધ પ્રતિશોધ………. 

Jhakham by Manish Macwan

Jhakham Gujarati novel by Manish Macwan
Pages: 320

To buy this book please visit http://www.gujaratibooks.com/product.php?productid=11441

એક કિશોર છોકરી અધમાધમ કહેવાય તેવી સુન્ન્તની વિધિમાંથી બચીને કેવી રીતે ભાગી છૂટે છે તેની આ કથા છે. દર વર્ષે વિશ્વમાં અસંખ્ય છોકરીઓ ‘કટના’ નામની ક્રૂર પરંપરાનો ભોગ બને છે. ભારતમાં અને ગુજરાતમાં પણ આ શૈતાની પ્રથા ચાલે છે. આ પરંપરાનું સૌથી ખરાબ પ્રમાણ આફ્રિકામાં છે. છોકરી કિશોર બને ત્યારે તેના જનનાંગ પર બરછટ બ્લેડથી ચીરો મારીને તેને સીવી દેવાની ઘાતકી પરંપરાનું આ નવલકથામાં રુવાડા ઉભા થઇ જાય તેવું વર્ણન છે. ગુજરાતી ભાષામાં પહેલી વાર સ્ત્રી જનનાંગના વિચ્છેદન પર લખાયેલી અદભુત નવલકથા ‘જખમ’.

————————————–

બુક રીવ્યુ 

જખમ : શરીર પર, હૃદય પર, સ્ત્રીત્વ અને અસ્તિત્વ પર

 

–શિરીષ કાશીકર

 

 

ગુજરાતી સાહિત્ય (જેણે આમ વાચક પ્રેમપૂર્વક વાંચે છે, ગુજરાતી પ્રાધ્યાપકો જ વાંચી શકે એવું નહિ) આજે ૨૦૧૨વે મધ્યમાં ૩૬૦ ડિગ્રીનું ચક્કર કાપી ચુક્યું છે. ગુજરાતી ભાષા અને સાહિત્યને પ્રેમ કરનાર કેટલાક સર્જકો હજુ પણ આ ભાષા પાસે છે, જે તેને અથાણાં પાપડ અને આડાસંબંધોની વાર્તાઓમાંથી બહાર લાવવા મથી રહ્યા છે. મનીષ એવા સર્જકો પૈકીનો એક છે. ‘ભાગેડુ’ અને ‘જેહાદી’ જેવી ઓફબીટ નવલકથાઓ આપનારા મનીષે આ વખતે એક તદ્દન નવા(ગુજરાતી ભાષામાં સર્જાતા સાહિત્ય માટે) વિષય પર હાથ અજમાવ્યો છે. જોકે, અહી હાથ અજમાવ્યો શબ્દ નાનો ગણાય, કારણકે આ વિષય પર લખતાં પહેલાં તેણે શરીરના મોટાભાગના અંગોને અજમાવ્યા હશે, પછી જ આ વાર્તા લખાઈ હશે.

સ્ત્રીનું હોવું, બાયોલોજીકલી પુરુષ કરતાં જુદી પ્રકૃતિ અને અંગ-ઉપાંગો હોવા એ તેની પ્રાકૃતિક દેન છે, તેમાં સર્જનહાર સિવાય કોઈ વધારે ચેડા કરી શકતું નથી પરંતુ કાળા માથાના માનવીએ હમેશાં કુદરતના સર્જનોને પડકાર આપ્યા છે અને ઘણાં કિસ્સામાં તેની દુર્દશા કરી છે. ‘જખમ’ નવલકથા પણ સ્ત્રીનાં અસ્તિત્વ સાથે સંકળાયેલા અત્યંત ‘નાજુક’ અને ‘સંવેદનશીલ’ (શ્લેષ અભિપ્રેત) પાસાઓ પર લખાયેલી છે. પૃથ્વી પરનો સર્વોચ્ચ અને પ્રકૃતિદત્ત આનંદ માનવામાં આવતા  એવા જાતીય આનંદથી સ્ત્રીને માત્ર પરંપરાઓના નામે વંચિત રાખવી અને સ્ત્રીત્વનો બાળકો પેદા કરવાની ફેક્ટરી તરીકે ઉપયોગ કરવો એ આ દુનિયામાં હજુ કેટલાક સમુદાયો, સમાજોમાં ચલણ છે.  અત્યંત ક્રૂર રીતે સ્ત્રીનાં જાતીય અંગને છેદીને તેના પર માત્ર શારીરિક જ નહિ પરંતુ મનોવૈજ્ઞાનિક  પ્રભાવ ઉભો કરવો અને પુરુષ પ્રધાન સમાજના તબ હેઠળ તેની જિંદગી રાખવી એ પ્રથાનો હેતુ હોઈ શકે. જખમ નવલકથાનું મુખ્ય પાત્ર આલિયા કામીંગા પોતાના કબીલામાં થતી આ ક્રૂર પ્રથાનો વિરોધ કરીને ઘરમાંથી નાસી છૂટે છે, અને જર્મની થઈને અમેરિકા પહોચી જાય છે. દુનિયાનો સહુથી મુક્ત વિચારસરણીવાળો ગણાતો દેશ અમેરિકા પણ આ બદનસીબ છોકરીને સ્વીકારતો નથી ઉલટું તેણે ગેરકાયદેસર ઘુસણખોરી માટે કેદ કરવામાં આવે છે. એક નર્કમાંથી બીજામાં આવી પડેલી આલિયા પોતાના અમેરિકન પિતરાઈ અને અંતે એશિયન સામાજિક કાર્યકરોની મદદથી જેલમાંથી બહાર આવે છે.

આલિયાની આ સમગ્ર યાતનામય સફરનો ચિતાર એટલે ‘જખમ’.

સમગ્ર નવલકથા જે થીમ પર લખાઈ છે તે ‘કટના’ અથવા ‘કાકિયા’ પ્રથાની નીઘ્રૂણતા અને એક યુવતીના માણસપટલ પર તેનો કાયમી અંકાઈ જતો ખૌફ માત્ર આલિયા જ નહિ પરંતુ સમગ્ર સ્ત્રી માટે એક વેદનાનો અહેસાસ કરાવતી બાબત છે. આલિયા તેના કબીલામાં આચરવામાં આવતી આ ઘૃણાસ્પદ પ્રથાનો ભોગ બનતા રહી જાય છે પણ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એવી હજારો આલિયા રોજે રોજ મનોવૈજ્ઞાનિક, શારીરિક અત્યાચારોનો ભોગ બની રહી છે. પોતાના સ્ત્રીત્વ અને અસ્તિત્વ પરના જખમોને  સહી જ રહી છે. આ વાર્તા માત્ર કોઈ ક્રૂર પ્રથાનું નિરૂપણ નથી કરતી પણ તેમાંથી સમગ્ર સ્ત્રી જાતી સામેના જુલ્મી પડકારો

સિમ્બોલાઈઝ થાય છે. આ નવલકથા ગુજરાતી ભાષા સાહિત્યને એક નવી તાજગી બક્ષશે અને નવી- જૂની પેઢીના વાચકોના હૃદયોને આંદોલિત કરશે એવી અપેક્ષા ચોક્કસ રાખી શકાય.

Old issues of popular Gujarati magazines Akhand Anand, Jankalyan & Stree is now available

We are glad to announce that Old Issues of following 3 popular Gujarati magazines are available for limited time.

Akhand Anand – Gujarati Magazine

Akhand Anand Gujarati Magazine

Jankalyan Gujarati Magazine

Jankalyan Magazine old issues

Stree Gujarati Magzine

Stree Gujarati Magazine

 

Gyan Vigyaan – Gujarati general knowledge books for kids.

મનુષ્યના શરીર ને અન્ન આહાર ની જરૂરત છે. તેવી અજ રીતે મન,બુદ્ધિ અને જ્ઞાન ની ભૂખ જાગે છે.ગમ્મત સાથે જ્ઞાન આપતો તેમજ રસરૂચીની કેળવણી તેમજ ખીલવણી થઇ સાથો સાથ બાળયુવાવાચકને વિસ્મય તથા જ્ઞાનભૂખ ને વધુ સતેજ કરીને પથ્ય જ્ઞાન સામગ્રી સરસ રીતે આપવા માં આવી છે. સાંપ્રત દેશકાળ માં બાળકો તથા કિશોરો માં વધુ આત્મવિશ્વાસ પ્રગટે તેવી વિષયસામગ્રી લીધી છે.

જેમાં અનેક ચિત્રો,તસ્વીરો તેમજ નકશાઓનો ઉપયોગ કરી વાચનસામગ્રી ને વધુ રસપ્રદ તેમજ વિષયવસ્તુને સમજવા માં સુગમતા રહે તે રીતે લેવામાં આવેલા છે.
આજનું વચન અને માહિતી બાળકો કિશોર યુવાનો ના જીવન ગળતરના મનો ઘડતર માટેની મુલ્યવાન સામગ્રી બને તે માટે ઈન્ટરનેટ, કમ્પ્યુટરના તેમજ સંચાર ના મધ્યમોનો ઉપયોગ કરીને વિશ્વના ઈતિહાસ નું જ્ઞાન-વિજ્ઞાન ગ્રંથાવલી પ્રગટ કરી રહ્યા છીએ.

To buy this book online please visit http://www.gujaratibooks.com/gyan-vigyan.html

 

Steve Jobs biography in Gujarati.

Steve Jobs biography in Gujarati.

Steve Jobs By Steve Jobs
જીવન લોક ના અભીપ્રયોનો કોલાહલ તમારા અંદરના આવાજને દબાવી દે તેવું કહી ના થવા દેશો .

તમે જયારે કોઈ શોધ કરી રહ્યા હો ત્યારે ક્યારેક ભૂલ કરતા હો છો. આ ભૂલનો તરત જ સ્વીકાર કરી લેવો અને પછી તમારી બીજી શોધમાં તે ભૂલ સુધારી લેવી તે શ્રેષ્ટ રસ્તો છે.

હમેશા ગુણવત્તાને માપદંડ તરીકે સ્વીકારો અને ગુણવત્તાના માપદંડ બનો. કેટલાક લોકો જ્યાં શ્રેષ્ઠતાની અપેક્ષા હોય તેવા માહોલથી ટેવાયેલા નથી હોતા પણ તમે એવા કદી ના બનો. હમેશા શ્રેષ્ઠતાનો આગ્રહ રાખો.

લોકો માને છે કે એકાગ્રતા એટલે તમને જે બાબત કરવાની કહેવાઈ હોઈ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું તે,પણ ખરેખર એકાગ્રતાનો અર્થ એ નથી.

એકાગ્રતાનો અર્થ છે બીજી હજારો બાબતોને ના પડવી અને એકદમ કાળજીપૂર્વક એ પસંદ કરવું કે જે સૌથી મહત્વનું હોય.

For more info & buy this book online visit http://www.gujaratibooks.com/steve-jobs.html

Taro Takdeerno Telescope


Taro Takdeerno Telescope by Meena Joshi

જયારે વ્યકીને પોતાનું ભવિષ્ય જાણવું હોય તો તેઓના મનમાં સૌ પ્રથમ એ જ સવાલ આવશે કે ભવિષ્ય જાણવા જીવનમાં આવેલી તકલીફોના નિવારણ માટે ટેરો જ શા માટે ? તો અમુક એવી માહિતી છે જેના લીધે આપણે ટેરો દ્વારા અપના પ્રશ્નોનો ઉકેલ લાવી શકીએ છીએ અથવા વ્યક્તિને ટેરો શીખવું હોય તો તે બીજી શાસ્ત્ર શીખાવાને બદલ ટેરો જ શું કામ શીખે? આ બન્ને પ્રશ્નો દરેક વ્યકીના મનમાં આવી શકે છે તો ટેરો શીખવા માટે તમને સમય ઓછો લાગે છે જયારે બીજ શાસ્ત્રો શિકવા માટે તમને રથી ૩ વર્ષ લાગી જાય છે. જો ટેરો દ્વારા તમે તમારા કોઈપણ પ્રશ્નો ઉત્તર માંગતા હો તો તેના માટે બીજા શાસ્ત્રોની જેમ તમારી જન્મતારીખ, તમારું જન્મ સ્થળ કે સમય આ બધાંની જરૂર નથી હોતી. આના માટે ફકત તમારો પ્રશ્નો જ જોઈએ . ટેરો કાર્ડમાં તમને કોઈ પૂજા , પાઠ, મંત્ર કે જાપ ઘણીવાર એવું પણ બને છે કે તમે તમારી જન્મ પત્રિકા જો અલગ અલગ વ્યક્તિઓને બતાડશો તો કદાય એમના ભવિષ્ય બતાડવાના ભવિષ્ય પણ અલગ અલગ હોઈ શકે છે.ઘણીવાર એવું પણ લોકો સાથે બને છે કે તેઓને અમુક પૂજા કરવાનું કે અમુક નંગ પહેરવાનું કહે છે, આવું કાંઈ જ આ ટેરો કાર્ડમાં નથી હોતું . ઉપર બતાડેલા તમામ શાસ્ત્રો એમની જગ્યાએ સાચા છે. આ બંધા જે કારણો બતાડ્યા છે એના લીદ્યે વ્યક્તિને ટેરો કાર્ડ રીડીંગ દ્વારા એમના પ્રશ્નનો ઉકેલ મણી શકે છે એને જો તેમને ટેરો રીડીંગ શીખવું હોય તો તેંઓ ઓછા સમયમાં શીખી શકે છે.

To buy this book please visit http://www.gujaratibooks.com/product.php?productid=11237

Feelings – Gujarati Magazine

ફિલિંગ્સ: વિશ્વભરના ગુજરાતીઓનું પારિવારિક સામાયિક.

Feelings Gujarati Magazine subscription

Feelings a new Gujarati magazine is available for subscription.

FREQUENCY : Fortnightly
CATEGORY: Magazines, General Subject, Gujarati

Following are few sample articles from the magazine.

[nggallery id=2]

 

Subscribe Feelings Magazine Now !

Dhram Bhi Kabhi Vigyan Tha Aur Rahega

ધર્મ ભી કભી વિજ્ઞાન થા , હે  ઓર રહેગા

To buy this book please visit http://www.gujaratibooks.com/product.php?productid=10620

દરેક ધર્મકાર્યમાં “શા માટે?” એવા નવી પેઢીના પ્રશ્નો નો ઉત્તર આ પુસ્તકમાં છે. આ પુસ્તક દરેક ઘરમાં હોવું જરૂરી છે…..
ભાગવતાચાર્ય પૂ. શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા.

શરૂઆતથી જ આ પુસ્તક જકડી રાખે છે. ભારત ની તમામ ભાષાઓ માં અનુવાદ થવો આવશ્યક છે. આ પુસ્તક નું પારાયણ નિયમિત થાય એવો પ્રયત્ન કરીશ.
ડો. શ્રી રવીન્દ્ર ઉપાધ્યાય, પોદાર હોસ્પિટલ, વરલી, મુંબઈ.
આપણા દરેક તહેવાર-ક્રિયા કાંડની પાછળ ધર્મ ઘેલછા કે અંધશ્રદ્ધા નહિ પણ વિજ્ઞાન છે એ લેખકે સુપેરે સમજાવ્યું છે.
શ્રી ચંદ્રકાંત સી. આનંદપરા મુંબઈ સમાચારમાં ગ્રાહક અધિકાર કોલમના લેખક

પુસ્તક સાથે નાતો બાંધનાર વાચક કૃતાર્થ થશે એમાં સંદેહ નથી, કેમ કે પુસ્તક માં લેખકની મૌલિકતા, સંશોધાનવૃત્તિ, અર્થઘટનની નવી રાહ, પ્રાચીન અને અર્વાચીનની સમન્વય ભૂમિકા વાચવા મળે છે.
જન્મભૂમિ પ્રવાસીમાં પ્રા. “શ્રી બકુલ રાવલ”

ધાર્મિક રીત રીવાજો, વ્રતો, તહેવારો, વિધિઓને અંધશ્રદ્ધા કહીને નકારનારાઓને ફરી વિચારવાની પ્રેરણા મળે તેવું આ પુસ્તક છે.
દિવ્યભાસ્કરમાં શ્રી ધર્મેશ ભટ્ટ

આપણા વ્રતો, તહેવારો કે ક્રિયાકાંડોમાં રહેલા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ને રોચક-રસિક શૈલીમાં મુંબઈના સુપ્રસિદ્ધ સાંધ્યદૈનિક ની પૂર્તિમાં રજૂ કરી લોકપ્રિય બનનારા મુકેશ ગ. પંડ્યા નું પુસ્તક સંશોધાનવૃત્તિ કેળવનારું છે.
ગુજરાત સમાચારમાં શ્રી ભારતેન્દ્ર શુક્લ.

જન્ભુમિમાં લેખકની જે કોલમે વાચકોને ઘેલા કાર્ય હતા તે હવે પુસ્તક રૂપે પ્રગટ થઇ છે. લેખકે દરેક પ્રકરણમાં ગાંધીજી જેવી સરળ વાણીથી સમજાવ્યું છે.
અભિષેકમાં તંત્રી શ્રી વિનય શાહ.

દરેક ધર્મકાર્યમાં “શા માટે?” એવા નવી પેઢીના પ્રશ્નો નો ઉત્તર આ પુસ્તકમાં છે. આ પુસ્તક દરેક ઘરમાં હોવું જરૂરી છે…..ભાગવતાચાર્ય પૂ. શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા.
શરૂઆતથી જ આ પુસ્તક જકડી રાખે છે. ભારત ની તમામ ભાષાઓ માં અનુવાદ થવો આવશ્યક છે. આ પુસ્તક નું પારાયણ નિયમિત થાય એવો પ્રયત્ન કરીશ. ડો. શ્રી રવીન્દ્ર ઉપાધ્યાય, પોદાર હોસ્પિટલ, વરલી, મુંબઈ.


આપણા દરેક તહેવાર-ક્રિયા કાંડની પાછળ ધર્મ ઘેલછા કે અંધશ્રદ્ધા નહિ પણ વિજ્ઞાન છે એ લેખકે સુપેરે સમજાવ્યું છે.શ્રી ચંદ્રકાંત સી. આનંદપરા મુંબઈ સમાચારમાં ગ્રાહક અધિકાર કોલમના લેખકપુસ્તક સાથે નાતો બાંધનાર વાચક કૃતાર્થ થશે એમાં સંદેહ નથી, કેમ કે પુસ્તક માં લેખકની મૌલિકતા, સંશોધાનવૃત્તિ, અર્થઘટનની નવી રાહ, પ્રાચીન અને અર્વાચીનની સમન્વય ભૂમિકા વાચવા મળે છે.જન્મભૂમિ પ્રવાસીમાં પ્રા. “શ્રી બકુલ રાવલ”


ધાર્મિક રીત રીવાજો, વ્રતો, તહેવારો, વિધિઓને અંધશ્રદ્ધા કહીને નકારનારાઓને ફરી વિચારવાની પ્રેરણા મળે તેવું આ પુસ્તક છે.દિવ્યભાસ્કરમાં શ્રી ધર્મેશ ભટ્ટઆપણા વ્રતો, તહેવારો કે ક્રિયાકાંડોમાં રહેલા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ને રોચક-રસિક શૈલીમાં મુંબઈના સુપ્રસિદ્ધ સાંધ્યદૈનિક ની પૂર્તિમાં રજૂ કરી લોકપ્રિય બનનારા મુકેશ ગ. પંડ્યા નું પુસ્તક સંશોધાનવૃત્તિ કેળવનારું છે.ગુજરાત સમાચારમાં શ્રી ભારતેન્દ્ર શુક્લ.
જન્ભુમિમાં લેખકની જે કોલમે વાચકોને ઘેલા કાર્ય હતા તે હવે પુસ્તક રૂપે પ્રગટ થઇ છે. લેખકે દરેક પ્રકરણમાં ગાંધીજી જેવી સરળ વાણીથી સમજાવ્યું છે.અભિષેકમાં તંત્રી શ્રી વિનય શાહ.

આ પુસ્તકમાંથી એક સુંદર લેખ

પ્રકરણ ૩૧ : ફાગણી હોળી

બ્રહ્માંડના પાંચ મહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશમાં બરાબર મધ્યનું સ્થાન અગ્નિ શોભાવે છે. આ એક એવું તત્વ છે જે પદાર્થ નથી, પણ ઊર્જા છે, જેના વિના પદાર્થનું રૂપાંતર શક્ય નથી, જેમ કે લાકડું અનાજ જેવા પૃથ્વી તત્વ, પાણી દૂધ–ઘી જેવા પ્રવાહી તત્વોને વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કરવાનું કામ અગ્નિ તત્વથી જ શક્ય બને છે. અગ્નિદેવ રૂપાંતરનું કામ જ નથી કરતા, પરંતુ મલિન દ્રવ્યોને શુદ્ધ પણ બનાવે છે. જન્મ થી લઇને મૃત્યુનાં સોળ સંસ્કાર છે એ અગ્નિની સાક્ષીએ જ કરવામાં આવે છે. એટલે જ એ કાર્યોને સંસ્કાર કહેવાય છે. સંસ એટલે સારું અને કર એટલે કાર્ય. અનાજમાં કીડા પડે તો અનાજ સડી જાય છે. પાણીમાં તેમ જ વાયુમાં પ્રદુષણ ફેલાઈ શકે છે. પરંતુ ‘અગ્નિ‘ કોઈને ગાંઠતું નથી, ઊલટાનું તેના સંસર્ગમાં જે કોઈ પણ આવે તે તપીને શુદ્ધ બને છે, જેમ કે સોનું અગ્નિમાં તપીને વધુ શુદ્ધ બને છે.

ભારતીય સંસ્કૃતિમાં દિવાળી જેટલું જ મહત્વ હોળીનું છે. બંનેનો સંબંધ અગ્નિ અને પ્રકાશ સાથે છે. દિવાળીમાં આપણે ઘેર–ઘેર દીવા પ્રગટાવીએ છે, જયારે હોળી ગામની શેરીઓમાં કે પછી શહેરની ગલીઓમાં પ્રગટાવીએ છીએ. દિવાળી એ ગરમ અને ઠંડી ઋતુનો સંધિકાળ છે, જયારે હોળી એ ઠંડી અને ગરમ ઋતુનો સંધિકાળ ગણાય છે. સંધિકાળમાં હવામાનમાં પલટો આવતો હોય છે એટલે આ સમયમાં પ્રાણીમાત્ર બે ઋતુનો ભોગ બને છે. ઘડીકમાં ઠંડી તો ઘડીકમાં ગરમીને કારણે પેદા થતા અસંખ્ય વિષાણુઓ, જીવજંતુઓ સમગ્ર વાતાવરણને અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, આવા વાતાવરણને શુદ્ધ કરવા હોળી ખુબજ ઉપયોગી તહેવાર બની રહે છે..

સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આપણે રોજ ઘરે દીવાબત્તી કરીએ છીએ તે પણ દિવસ અને રાતના સંધિકાળ જ છે. આવા સમયે ફેલાતા જીવજંતુઓથી બચવા આ નાનકડો દીવો પણ ઘણું જ કામ આપે છે. આ જ ક્રિયાનું પુનરાવર્તન આપણે ઋતુઓના સંધિકાળમાં મોટા પ્રમાણમાં અગ્નિ પ્રકટાવીને કરીએ છીએ. આથી જ નવરાત્રીમાં હવન અને ફાગણ મહિનામાં હોળીનું મહત્વ ખુબજ વધી જાય છે. કેટલાક લોકો હોળી પ્રગટાવવાનો વિરોધ કરતા, એવું કહે છે કે હોળી ને કારણે વૃક્ષોનો નાશ થાય છે અને પર્યાવરણને નુકશાન પહોંચે છે, પરંતુ હકીકત જુદી જ છે. પર્યાવરણને બચાવવા હોળી પ્રકટાવવી જરૂરી છે. એ કેવી રીતે તે હવે આપણે જોઈએ :

ચોમાસાની ઋતુમાં જમીન પર આડેધડ અનેક પ્રકારની વનસ્પતિ કે ઘાસ ઊગી નીકળે છે. આ એવા પ્રકારની વનસ્પતિ હોય છે, જેને આપણે આપણા કોઈ કામમાં આવે તે રીતે કે તે જગ્યાએ ઉગાડી નથી હોતી. તે આપોઆપજ ઉગી નીકળી હોય છે. ખેતરમાં કે વાડીમાં ઉગાડેલા અનાજ કે ફળ કે શાકભાજીને ચોમાસામાં ભરપુર પાણી મળે છે અને શિયાળામાં આપણે સિંચાઈ દ્વારા પાણી પાઈએ છીએ, પરંતુ એવી અસંખ્ય વનસ્પતિ છે જે માત્ર ચોમાસા પુરતી ઊગે છે અને શિયાળામાં સુકી હવાના કારણે સુકાઈ જાય છે. આ ઉપરાંત વર્ષોથી જમીન પર ઊગેલા મોટા વૃક્ષો પણ મહા મહિનામાં પાનખર ઋતુમાં અસંખ્ય ડાળીઓ અને પાંદડાનો ત્યાગ કરે છે. જેમ મનુષ્યનું જીવન અને મૃત્યુ નિશ્ચિત છે તેમ વૃક્ષોનું પણ જીવન અને મૃત્યુ નિશ્ચિત હોય છે. દર વર્ષે જેમ કોઈ ને કોઈ વૃદ્ધો શરીર છોડી દેતા હોય છે તેમ કેટલાય વૃક્ષો પણ દર વર્ષે પોતાના આત્મારૂપી રસકસને ગુમાવી દે છે અને માત્ર ઠૂંઠા વૃક્ષરૂપે તેમનો દેહ રહી જાય છે. જેમ મૃત વ્યક્તિનો આપણે અગ્નિસંસ્કાર કરીએ છીએ એજ રીતે આવા સુકા વૃક્ષો, પાંદડા અને સુકી ડાળીડાળખાં ભેગા કરીને ‘હોળી‘ પ્રકટાવીને હકીકતમાં તો આપણે તેમનો યોગ્ય ‘અગ્નિસંસ્કાર‘ જ કરીએ છીએ. મહા મહિનામાં જમીન પર અસંખ્ય પ્રમાણમાં ડાળીડાળખાં કે સૂકા પાંદડાને આપણે સળગાવીએ નહિ તો પણ એ પૃથ્વી તત્વમાં ભળી જાય છે, પણ એમ થતાં વધુ સમય લાગે છે, જયારે આવા સુકા ઘાસ, પાંદડાં, ડાળખાં કે લાકડાને અગ્નિદાહ દઈએ તો તેનો નિકાલ જલ્દી આવે છે. વળી, આમાંથી પેદા થતી રાખમાં ક્ષારનું પ્રમાણ વધારે હોઈ ઉત્તમ કુદરતી ખાતર બને છે, જે નવી વનસ્પતિ કે નવા વૃક્ષોને ઉગડાવા માટે કામમાં આવે છે. જેમ પ્રત્યેક નવા અવતરતા બાળક માટે વૃદ્ધો જગ્યા કરી આપે છે એ પ્રાણીસૃષ્ટીનો નિયમ છે એજ રીતે વનસ્પતિની સૃષ્ટિમાં પણ આ નિયમ લાગુ પડે છે. આપણે ન બાળીએ તો એ પોતે બળી મારે છે. ઘનઘોર જંગલમાં એકદમ ગીચોગીચ વૃક્ષ ઊગી નીકળ્યા હોય અને તેમની વસ્તી એટલી બધી વધી ગઈ હોય કે સૂર્યનારાયણ પણ તેમને વીંધીને જમીન પર પહોચી ન શકે, ત્યારે વૃક્ષોની ડાળીઓ વાયુના સપાટાને કારણે એકમેક સાથે ઘસાઈ ને આગ પકડી લે છે, જેને આપણે જંગલમાં ‘દવ‘ લાગ્યો એમ કહીએ છીએ. (કદાચ દીવો શબ્દ ‘દવ‘ પરથીજ આવ્યો હશે.) આવા દવમાં વનસ્પતિ પોતેજ પોતાનો વિનાશ સર્જે છે, પણ સૂકા લાકડા કે વૃક્ષો પૂરેપૂરા સળગી જાય છે, જયારે નવા વૃક્ષો લીલા હોઈ જલ્દી સળગતા ન હોવાથી બચી જાય છે. આમ વૃદ્ધ, વૃક્ષો સંતાન વૃક્ષો માટે જગ્યા કરવા પોતાની આહુતિ આપી દે છે. મરેલાને બાળવા એ ગુનો નથી, પણ સંસ્કાર છે એમ સૂકા વૃક્ષો, ડાળીઓ, લાકડાં, પાંદડાંને બાળવા એ અપરાધ નહિ, પણ સંસ્કાર જ છે. એમાં પણ ઠંડી વિદાય થવાની તૈયારી હોય અને ગરમીની શરૂઆત થતી હોય તે વખતે ‘હોળી‘ ઊજવીને આપણે એક કાંકરે બે પક્ષીનો શિકાર કરીએ છીએ. એક તો મૃત વનસ્પતિ સૃષ્ટિનો યોગ્ય નિકાલ થાય છે અને બીજું અગ્નિને કારણે વાતાવરણમાં સ્વચ્છતા અને શુદ્ધતા પ્રકટે છે.

મૃત વ્યક્તિઓનો અગ્નિસંસ્કાર ન કરીએ અને એમને એમ રઝળવા દઈએ તો પણ વરસો જતા તે કોહવાઇને માટી માં તો ભળીજ જવાનો છે. પણ ત્યાં સુધી જે જીવતા રહેલા છે, તેમને કેટલો ત્રાસ, દુર્ગંધ અને રોગચાળો સહન કરવો પડે. આજ રીતે પાનખર ઋતુમાં જમીન પર પડેલા પાંદડાં, ડાળીડાળખાં, સૂકા ઘાસ, વગેરે એટલા પ્રમાણમાં વધી જાય કે જમીનની અંદર રહેલા મૂળિયા, બીજ કે જીવજન્તુઓને હવા, પાણી અને પ્રકાશ મેળવવામાં ઘણીજ તકલીફ થાય. માટે તેમનો નિકાલ જરૂરી છે. ગામડાની સરખામણીએ શહેરોમાં વૃક્ષો અને વનસ્પતિ ઓછા હોય છે. એટલે કેટલાક લેભાગુ લોકો લીલા વૃક્ષોનું નિકંદન કાઢતા હોય એ પણ શક્ય છે. આવું કાર્ય કરતા લોકોને અટકાવવા એ આપણી ફરજ છે, પરંતુ એના લીધે હોળીજ ન પ્રકટાવવી એ અયોગ્ય છે. હોળી વાતાવરણમાં રહેલા ઉપદ્રવી જંતુઓનો નાશ તો કરે જ છે વધુમાં શરીરના તંત્રમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. મહાશિવરાત્રીમાં તમે ઉપવાસ કે જાગરણ ન કરી શક્યા હો, બિલીપત્રનો રસ ન પી શક્યા હો તો મૂંઝાવાની જરૂર નથી. શિયાળામાં શરીર માં જામી ગયેલા કફને ઓગાળવા હોળીની ગરમી ખુબજ કામ લાગે છે. હોળી પ્રકટાવી તેની આસપાસ પ્રદક્ષિણા ફરવાનો આજતો હેતુ છે. જેમ થીજી ગયેલા ઘી ને ગરમ કરતા તે પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે એજ રીતે તમારી છાતી અને નાડીઓમાં જામી ગયેલા કફને પીગળાવી ઉત્સર્ગ ક્રિયા મારફતે શરીરથી છુટકારો આપી શકાય છે. આયુર્વેદના મતે મનુષ્યને બાલ્યાવસ્થામાં કફનો, યુવાવસ્થામાં પિત્તનો અને વૃધાવસ્થામાં વાયુનો દોષ સૌથી વધુ નડે છે. નાના બાળકને વાતવાતમાં કફ થઇ જતો હોય છે માટેજ નવા જન્મેલા બાળકોને હોળીને ફરતે ફેરવવાનો રિવાજ પણ આપણે ત્યાં છે. આમ કરવાથી તેમનામાં રહેલો વધારાનો કફ છુટો પડી મુત્ર કે દસ્ત વાટે બહાર નીકળી જાય છે અને તેઓ સ્વસ્થ રહે છે. આથીજ જન્મદાત્રી માતા, ગાયમાતા અને ધરતીમાંતાની જેમ હોળી ને પણ આપણે માતાના સ્વરૂપમાજ વંદન કરીએ છીએ. હોળીના દિવસોમાં ખાવામાં આવતા દ્રવ્યો તેમજ હોળીમાં પધરાવવામાં આવતા દ્રવ્યો પાછળ પણ ઘણા વૈજ્ઞાનિક કારણો છે તે આપણે પછીના પ્રકરણ માં જોઈશું.

To buy this book please visit http://www.gujaratibooks.com/product.php?productid=10620

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free